ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે – જવાહર બક્ષી

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

mirage.jpg

.

ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ,
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય કે એની રજાનો અનુભવ.

હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું,
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ.

કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ.

કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.

મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી
ફકત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ.

હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ.

મને થોડી અગવડ પડી રહી’તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાંખ્યું,
પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ.

23 replies on “ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે – જવાહર બક્ષી”

  1. ભાઇ જવાહર અને પુ. પુરશોતમ ભાઇ એ આ ગીત ગાઇ ને બતાવિ આપ્યુ ચ્હે કે ગુજરાતિ ગીતો મા કેટલી તાકાત રહેલ ચ્હે
    બન્ને મહાનુભાવો ને અમારા પ્રણાંમ અને આશા રાખિ એ કે આવા સુનદર ગીતો અમને સમ્ભળાવતા રહેશો

  2. મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી
    ફકત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ.

    હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
    તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ.

  3. આ એક ખુબ્જ સુન્દર રચના ; જવાહર ! તંમે ખૃરૅખૃર જવાહર ચ્હો પુર્સોતમ ભઇ નિ તો વાત જ ન કરાઈ
    તમે બન્ને ને ખુબ ખુબ અભિનદન
    પ્રફુલ રાના

  4. ..મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી
    ફકત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ…

  5. આરપાર ઊતરી જાય્ તેવા શબ્દો અને લાગણીનો સમન્વય…

    કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
    મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.

  6. ઝુકી ગઈ છે પ્રિત એમની હ્રિદય સુધી…
    નજરો કરે છે ઉન્માદ પાપણ સુધી…

    હાથ એમણે દિધો છે અમારે હાથ…કહિ ને સનમ …જનમ સુધી…
    રસ્તાઓ બધા શર્માઈ ગયા…એમના ચરણ સુધી…મઝિલ સુધી….

  7. કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
    હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ.

    કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
    મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.

    મને થોડી અગવડ પડી રહી’તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાંખ્યું,
    પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ.

    ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે……….

    “એમની હાજરીમાજ હુ બધુ હારી ચુક્યો…. સનમ એમના ઘર સુધી…
    રસ્તાઓ બધા મને બોલાવતા હતા… તમારી નઝ્ર્ર સુધી….

    ધડ્કનો બધી સન્તાઈ ગઈ હ્રિદય ની કોતરો સુધી…
    મઝિલો બધી ફટાઈ ગઈ છે…….અમારી કબર સુધી……”

  8. વારમ્વાર સામ્ભળ્યા પછેી પણ ફરેી ફરેી સામ્ભળવાનુ મન થાય તેટલુ સરસ. હરણ્…..કેતલેી સાચેી વાત છે. લોકોને બેીજાનેી દુઃખમાથેી આનન્દ મેળવવો હોય છે.
    બહુ જ સરસ શબ્દો ને લાગણી નો સુમેળ …. આરપાર ઉતરી જાય એવો

  9. ફરી વખત સાંભળી ને ફરી એ જ કક્ષાની મજા આવી…

    એકેએક શેર વાહ પોકરાવે એવો…

  10. વારમ્વાર સામ્ભળ્યા પછેી પણ ફરેી ફરેી સામ્ભળવાનુ મન થાય તેટલુ સરસ. હરણ્…..કેતલેી સાચેી વાત છે. લોકોને બેીજાનેી દુઃખમાથેી આનન્દ મેળવવો હોય છે.

  11. બહુ જ સરસ શબ્દો ને લાગણી નો સુમેળ …. આરપાર ઉતરી જાય એવો…..
    તમે સાચે જ બહુ સરસ કામ કરો છો…થોડા દિવસો પહેલા મને અનાયાસે આ ખજાનો ટહુકા ના નામે મળ્યો…અને હવે એ ટહુકો વધારે અંગત…એક આદત જેવો લાગવા માંડ્યો છે…
    Thanks!!!
    Binal

  12. હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
    તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ.

    one of gems of ashaar …

  13. કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
    હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ.

    શ્રી – કેવી સરસ સરસ રચનાઓ ઉંચકી લાવે છે તું તો …
    અને આ ગીત આખુ જ મેળવવું હોય તો ?!!!

    અમી.

  14. હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
    તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ.

    ખૂબ સરસ વાત. આ શેર સૌમિલ મુનશીના સ્વરમાં સાંભળ્યો હતો એ યાદ આવી ગયું.

    લોકોને તો બસ તમાશામાં જ રસ હોય છે. તમાશો બનાવવામાં અને વાત સાવ લાગણીની હોય છાતાં એને તમાશો બનાવવો એ જ લોકોનું કામ. હરણ ક્યાં પાણી પીવા ગયું, કેટલું પાણી પીધું, એ પાણી હતું કે નહીં આવું બધું જ પૂછ્યા કરે. અરે પણ જુઓ તો ખરા કે એ હાંફી રહ્યું છે, એને પહેલા છાતીએ લગાડો, એની રડતી આંખ લૂછો, નિરાંતના શ્વાસ લઈ શકે એવી મોકળાશ આપો, ઠંડુ પાણી પીવડાવો. એને અત્યારે હુંફની જરૂર છે…પણ લોકોને આ બધાની પડી નથી હોતી.

Leave a Reply to Binal Cancel reply

Your email address will not be published. Required fields are marked *