ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર… – અવિનાશ વ્યાસ

આજની આ પોસ્ટ અક્ષરસ: કેતનભાઇના શબ્દોમાં…! હું તો બસ એટલું જ કહીશ કે… આભાર કેતનભાઇ..! અને ચાલો – માણો આ ગીત અને સાથે એમની બીજી વાતો…!

_______________________________

ઈ.સ. ૧૯૮૩માં અવિનાશ વ્યાસનાં ગીત અને સંગીતવાળી ફિલ્મ “રાજા ભરથરી” પ્રદર્શિત થઈ, જેમાં મુખ્ય કલાકારો આ મુજબ હતાઃ

રાજા ભરથરી – ઉપેન્દ્ર ત્રિવેદી
રાણી પિંગળા – સ્નેહલતા
ગુરુ ગોરખનાથ – અરવિંદ ત્રિવેદી

આ ઉપરાંત ફિલ્મમાં જયશ્રી ટી અને રમેશ મહેતા (કે જે એમના સમયની મોટા ભાગની ગુજરાતી ફિલ્મોમાં લ.સા.અ એટલે કે, લઘુતમ સામાન્ય અવયવ…!!! 🙂 ) પણ હતા. ફિલ્મની કથા અને સંવાદ પણ રમેશ મહેતાએ જ લખ્યા હતા. આ ગીત ફિલ્મના અંતભાગમાં આવે છે. આ ફિલ્મે એ વખતે વિરાટ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ઉપેન્દ્ર ત્રિવેદી પણ એ વખતે લોકોનાં હ્રદયમાં “અભિનયસમ્રાટ”નો હોદ્દો ધરાવતા હતા. અને અધૂરામાં પૂરું, મજબૂત સ્ક્રિપ્ટ, સુંદર સંવાદો અને આ ગીત!!!

આ ગીતે લોકોને રીતસરનું ઘેલું લગાડ્યું હતું. વડીલો પાસેથી સાંભળ્યું છે કે, આ ગીત વખતે જ્યારે રાજા ભરથરી ભેખ ધારણ કરી પત્ની પિંગળા પાસે ભિક્ષા માંગવા આવે છે ત્યારે થિયેટરમાં લોકો પ્રેક્ષકો ઉભા થઈને દશિયાનો ‘ઘા’ કરતા (ભરથરીને ભેખધારી સંન્યાસી સમજીને સ્તો!!!). ફિલ્મ પૂરી થતાં જ થિયેટરના સફાઈ કામદારો અંદર ધસી આવતા અને બધા સિક્કા એકઠા કરી લેતા અને ત્યાર બાદ જ બીજો શૉ ચાલુ થતો…બોલો, છે ને માન્યામાં ન આવે એવું?

ગાયકોઃ મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુર
સંગીતઃ અવિનાશ વ્યાસ

(નીચેના Video માં ગીતની આગળ-પાછળના થોડા સંવાદો પણ આવી ગયા છે. ચાલશે ને?)

સ્વર – ??

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

ભેખ રે ઉતારો રાજા ભરથરી…(૨)
હૈયું કરે છે પોકાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

કેમ રે જોવાશે ભેખ તમારો, ખાવું ઝેર કટાર…હો…(૨)
કેસર-ચંદન છોડીને રાજા…(૨) ધર્યો કાં ભભૂત અવતાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

લખ્યું જે લલાટે તે મિથ્યા ન થાતું, કરનારો કિરતાર…હો…(૨)
કંચન-શી કાયા તો રાખ થવાની…(૨) શોભે નહીં શણગાર…મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

રંગ રેલાવું રાજા મ્હેલમાં મારા, રેલાવું રંગધાર…હો…(૨)
દયા કરી મને છોડો ના એકલી…(૨), મારગ બીચ મઝધાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

જંગલનાં જોગી તો જંગલમાં શોભે, શોભે નહીં સંસાર…હો…(૨)
અલખ નિરંજનની ધૂણી ધખાવી…(૨) થાવા ભવસાગર પાર…મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…

ભેખ રે ઉતારો રાજા ભરથરી…
ભિક્ષા દે ને મૈયા પિંગળા…

રાજા ભરથરીની મૂળ વાર્તા અને ફિલ્મની વાર્તા થોડે ઘણે અંશે જુદી પડે છે. વાર્તા કંઇક આમ છે –

રાજા ભર્તુહરિ (આપણે અપભ્રંશ કરી “ભરથરી” કરી નાંખ્યું છે!!) બત્રીસલક્ષણો રાજા છે. સુંદર રીતે રાજ કરે છે. તેના રાજ્યમાં પ્રજા સુખી છે. રાજા પ્રજામાં ખૂબ જ પ્રિય છે. ભર્તુહરિની પત્ની પિંગળા અતિ સુંદર હોય છે. ભર્તુહરિ પિંગળાને ખૂબ જ પ્રેમ કરે છે. રાજ્યનાં કામ-કાજ સિવાયનો મોટાભાગનો સમય રાજા પિંગળા સાથે જ વિતાવે છે.

એકવાર રાજ્યમાં એક મહાત્મા આવે છે. રાજાની પ્રજાવત્સલતા અને વહીવટ જોઈ મહાત્મા અત્યંત પ્રસન્ન થાય છે અને રાજાને અમરફળ પ્રદાન કરે છે, કે જે ખાઈને રાજા ‘અમરત્વ’ પ્રાપ્ત કરી શકે. રાજા પિંગળાને બેહદ પ્રેમ કરે છે. તે વિચારે છે કે મારે અમર થઈને શું કરવું છે? પિગળાની અપ્રતિમ અને અનુપમ સુંદરતા શાશ્વત રહેવી જોઈએ. એટલે રાજા આ ફળ ખાતો નથી અને એ લઈને રાણીવાસમાં પિગળા પાસે જઇ તેને આપી દે છે. રાણી પિંગળા ત્યારે ને ત્યારે ફળ ખાતી નથી. તે રાજ્યનાં અશ્વપાળને પ્રેમ કરે છે, અને તેને ચોરી છૂપીથી મળતી હોય છે. પિંગળા એમ વિચારે છે કે હું અમર થઈને શું કરીશ? મારે તો મારા પ્રેમને અમર બનાવવો છે. એટલે પિંગળા એ અમરફળ અશ્વપાળને આપે છે. હવે અશ્વપાળ તરફનો પિંગળાને પ્રેમ એકતરફી છે. વાસ્તવમાં અશ્વપાળ રાજનર્તકીને પ્રેમ કરે છે. એ વિચારે છે કે હું અમર થઈને શું કરુ? રાજનર્તકીની અલૌકિક નૃત્યકલા સદાકાળ રહે તે જ વધુ ઉત્તમ. એટલે તે ફળ રાજનર્તકી પાસે આવે છે. હવે રાજનર્તકી ખૂબ સમજદાર છે. એ પણ ફળ ખાતી નથી અને વિચારે છે કે હું ખરેખર અમર થવા યોગ્ય નથી. અમર તો એ વ્યક્તિ થવી જોઇએ કે સમાજને માટે પોતાનું જીવન ઘસી નાંખે. ઘણો વિચાર કર્યા પછી તેણે નિર્ણય કર્યો કે આ અમરફળ માટે રાજા ભર્તુહરિ સિવાય કોઇ અન્ય યોગ્ય ન હોઈ શકે.

બીજા દિવસે સવારે રાજનર્તકી રાજદરબારમાં અમરફળ લઈને આવે છે અને રાજાને આપે છે. રાજા પર જાણે વિજળી પડે છે. તે એક પળ માટે વિચારશૂન્ય થઈ જાય છે. તરત જ તેને આખું ચક્કર સમજાઈ જાય છે અને વૈરાગ્ય આવી જાય છે. તે જ ક્ષણે રાજપાટ ત્યાગી, સંસાર છોડી દે છે અને જોગી-ભિક્ષુકના વેશે મહેલમાં પિંગળા પાસે ભિક્ષા માગવા આવે છે. હવે ભર્તુહરિ સંસારી નથી, રાજા નથી, કોઇનો પતિ નથી, માત્ર સંન્યાસી છે. તે તમામ દુન્યવી સંબંધોને વેગળા મૂકીને આવ્યો છે અને ભિક્ષા માગતી વખતે પિંગળાને “મૈયા” એવું સંબોધન કરે છે. આ પ્રસંગ આ ગીતમાં ફિલ્માવવામાં આવ્યો છે.

નોંધઃ ઉપરોક્ત વાર્તા ફિલ્મની નથી, પણ અમુક પુસ્તકોમાં વાંચેલી કે પછી ક્યાંક સાંભળેલી છે. ફિલ્મમાં આ જ વાર્તા કંઈક અલગ રીતે રજૂ થયેલી છે. ફિલ્મની વાર્તા અનુસાર પિગળા બેવફા નથી પણ એક પતિવ્રતા અને સતી સ્ત્રી છે. અને માત્ર સંજોગો અનુસાર રાજા પિંગળા પર શંકા કરી સંસારત્યાગ કરે છે. ફિલ્મમાં ગુરુ ગોરખનાથ અશ્વપાળ સ્વરુપે આવીને રાજાને સંસારથી વિમુખ કરવાના પ્રયત્નો કરે છે. અશ્વપાળનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું છે. રાજનર્તકીના પાત્રમાં જયશ્રી ટી છે.

18 replies on “ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર… – અવિનાશ વ્યાસ”

  1. આ ગેીત મને અને મારા ફાધર ને પણ ખુબ જ ગમે .હુ ગુજરાતેી ફિલ્મો ને ખુબ જ મેીસ કરુ

  2. ધુણી રે ધખાવી બેલી અમે તારા નામની…(ઓરીજનલ ) નો સમાવેશ કરશોજી.

  3. ડિસેમ્બર ૨૦૧૦ પછી આજે ફરીથી આ ગેીત માણ્યુઁ.
    “માલવપતિ મુન્જ”નાટકનાઁ ગેીતો સાઁભળવા મળશે ?
    ડૉ.શ્રેી.શૈલેન્દ્રનો આભાર.સાથે જયશ્રેીબહેના અને
    અમિતભાઇનો પણ આભાર ..ગાયકો ને અન્ય સૌનો.
    જયશ્રેી……….ક્રુષ્ણ……………….

  4. બહુ જ સરસ રીતે લખાયેલ, ગવાયેલ, ભજવાયેલ ગીત છે. ઘણી વાર એમ થાય છે કે ગુજરાતી ફીલ્મો આટલી સારી સ્થિતિમાંથી આજની સ્થિતિમાં કઇ રીતે પહોંચી! આના પહેલા ‘પાટણ શહેરની’ સાંભળ્યું. કેટલા મોટા ગજાના કલાકારો અને ગાયકોએ હૃદયપૂર્વક બનાવેલ રચના! I hope in my lifetime I get to see all that happening again!

  5. આ ગેીત મને ખુબ ગમિયુ. વારામ્વાર સાભ્લુ ાને આતિત મા સર્કિ જઉ .

  6. આના વિશે છુટક સાંભડેલુ. આજે પહ્લેલેી વાર સાંભડ્યુ. એક વાત જરુર યાદ આવે છે.
    આ નાટક ભાવનગર મા ભજવાણુ ત્યારે ભાવનગર નરેશે પોતાના ગળા નો હાર ભજવનાર
    તરફ ફેંકયો. એ ના જવાબ મા ભજવનાર હાર પાછો આપે છે અને કહે છે, નરેશ હું રાજા
    ભર્ત્રુહરિ વૈરાગ્ય લઈ ને બેઠો છું. મને તારો હાર ન ખપે. ભજવનાર રોજ નુ કમાઈ ને ખાતો
    હતો. પાત્ર એ એના મનમા વૈરાગ્ય લાવિ મુક્યો.

  7. એક સુધારો સ્વીકારશો.

    પ્રસ્તુત ગીતમાં શ્રી કમલેશ અવસ્થી(?)અને સુશ્રી દમયંતી બરડાઈનો સ્વર હોઈ શકે.
    વિધી મહેતાનો સ્વર હજુ પણ ગુંજારવ કરતો હોય તેવું લાગે છે..!!
    દમયંતી બરડાઈ વિષે કોઈ શક નથી.

  8. ભિક્ષા દેને મૈયા…વિતેલા યુગનું સંભારણું અને ગરવા ગુર્જર વારસાની ઓળખ.

    મારા મતે અત્રે રજુ થયેલા વર્ઝનમાં સ્વર શ્રી કમલેશ અવસ્થી અને સુશ્રી વિધી મહેતાનો હોઈ શકે.આ ઉપરાંત ભિક્ષા દેને મૈયા શ્રી પ્રફુલ દવે અને સુશ્રી વિધી મહેતાના સ્વરમાં પણ છે જે વધારે કર્ણપ્રિય છે…પણ સૌથી શ્રેષ્ઠ શ્રી મહેન્દ્ર કપુર અને સુશ્રી સુમન કલ્યાણપુરના સ્વરમાં છે. રાજા ભરથરીને મહેન્દ્ર કપુરનો પ્રભાવશાળી અને પૌરૂષીય સ્વર વધારે બંધ બેસે છે.

    જો ક્રમ આપવાનો હોય તો….
    ૩) કમલેશ અવસ્થી(?) અને વિધી મહેતા
    ૨) પ્રફુલ દવે અને વિધી મહેતા
    ૧) મહેન્દ્ર કપુર અને સુમન કલ્યાણપુર.

    આભાર.

  9. Jayshreeben, Thanks for giving old songs and story with memorable, unforgatable and wonderful songs. We, all really enjoyed the “Bhiksha de..” Mr. Manvant Patel has reffered to Bhartruhai Shatak… it will be worth putting it on site. Our comunity at large will be benefited with Our Sanskrit treasure.
    Once again Thanks and congretulations.
    Shailendra

  10. રાજા ભર્ત્રુહરિનાઁ(૧)શૃઁગારશતક (૨)વૈરાગ્યશતક
    (૩)નીતિશતક (૪)વિગ્યાનશતક વાઁચવા યોગ્ય.
    … યાઁ ચિન્તયામિ સતતઁ મયિ સા વિરક્તા
    સા$પિ અન્ય જનમિચ્છતિ સ જનો$ન્યસક્તઃ/
    અસ્મદ્કૃતે ચ પરિતુષ્યતિ કાચિદન્યાઃ
    ધિક તાઁ ચ તઁ ચ મદનઁ ચ ઇમાઁ ચ માઁ ચ //
    અનુવાદ સમજી શકાય એટલો સરળ છે.આભાર !

  11. Yes, Jayshreeben, I remember.. the duet was sung by….Surendra & Amirbai Karnataki…”Bhiksha de de re maiya pingala…Jogi khada hay dwar…maiya…pingala…” now, I will try…”Amirbai Karnataki” on website & will…let every one know…RANJIT VED JSK

  12. What a wonderful giftto Gujarati literature lovers! I think this one of the best episodes that you have given. I will remember it a lot and also for a long time. Very many thanks and deeply appreciate your efforts.

    With best wishes,

    Deepak

  13. Congratulation..Shree Amitbhai & jashreeben…nothing but only “wonderful ” and most interesting …I have seen this film in Hindi n I remember the same song/duet …and we …our elder family members & myself has seen several times…!!!Surendra…as Bhartuhari…I remember & sings this song…with…? I don!t remember the other name….I will throw lights when I am able to remember…the rest…& even by enquiry…JSKRISHNAstands for JAISHREE KRISHNA…RANJIT VED

  14. I really enjoyed. I still remeber the day on which I had seen thsi Movie in Ahmedabad. Shri Upendra Bhai and Arvind Bhai were in the same show. But they left in hurry.
    All teh songs were very powerfull.

    Please next time can we have songs from Malav pati Munj?
    Thanks Jayshree Ben

Leave a Reply to જય પટેલ Cancel reply

Your email address will not be published. Required fields are marked *