આટલું તે વ્હાલ નહીં વેરીએ… – સુરેશ દલાલ

સ્વર – આરતી મુન્શી
સ્વરાંકન -?
પ્રસ્તાવના – તુષાર શુક્લ
આલ્બમ – મોરપિચ્છ

આટલું તે વ્હાલ નહીં વેરીએ, ઓ રાધિકા,
શ્યામ ને તે આમ નહીં ઘેરીએ;
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

યમુનાના જળમાં ઝીણા ઝાંઝર સૂણીને ભલે
મોરલીના સૂર મૂંગા થાય;
એને પણ સાન જરી આવે કે રાધાથી
અળગા તે કેમ રહેવાય?

પાસે આવે તો જરા નાચાકોડી મુખ ક્યાંક
સરી જવું સપનાની શેરીએ!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

ભીતરથી હોય ભલે એનો રે જાપ તોયે
કહેવું કે પીડ નથી કાંઈ;
વિરહની વેદના તે કહેવાની હોય? ભલે
કાળજું આ જાય કંતાઈ!

આંસુથી આંક્યું હોય એનું તે નામ ભલે
વ્હેતી હવાની સૂની લ્હેરીએ!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

– સુરેશ દલાલ

19 replies on “આટલું તે વ્હાલ નહીં વેરીએ… – સુરેશ દલાલ”

  1. કાળજું ફાડીને કૂંપળ ફૂટે ને હૈયું કંતાઇ જાય પણ દિલનો દાવાનળ ભડભડી ઉઠે એવી અંતર વિદારક રચના છે.

  2. Yes. This songs is composed by Shri Malove Divatia – Ksemookaka”s Son. Aarti had sung this song when she joined Shruti Vrund in 1976/1977. Malovebhai’s First coposition and Aarti’s first performance in Shruti. Then she performed in our first program ‘Morpichchha.Happy to share

  3. એને પણ સાન જ્રરી આવે કે રાધા થિ અળગા તે કેમ રેવાય ખુબ જ સરસ

  4. Confirmed that from the original source that – this composition is by MALAV DIVETIA, son of Kshemu Divetia.

  5. Suresh Dalal is one of my favorite Poets.
    Let me know how to share other songs of Suresh Dalal? I have few of his songs recorded.

  6. ખરેખર આરતિ ના સ્વર નો જાદુ આ રચના ને ચાર ચાદ લગાડિ છે. અદ્ ભુત રચના…………

  7. કવિ શ્રી સુ.દ. ની ભાવભીની રચના ને મધુર અવાજમા સાંભળવાની મજા આવી.

  8. બહુજ સરસ ગીત છે. આરતીબેનના કંઠમાં સાંભળવાની પણ મજા આવી ગઈ.

  9. જયશ્રીબહેન આપને એક વિનન્તી કરુછુ શક્ય અને યોગ્ય લાગેતો સ્વિકારજો નહિતો ક્ષમા કરશો.

    “ગોકુળમા આવોતો શ્યામ હવે રાધાને મુખ ના બતાવશો” એ ગીત મારે સાભળવુછે.મે ઇન્ડિયામાબે એક

    વાર સાભળ્યુછે અહિયા આવ્યા પછી સાભ્ળવા મળ્યુ નથી. આપની પાસે હોયતો જરૂર ટહુકો પર

    મૂકશો. આભાર.

  10. વિપ્રલમ્ભશ્રુન્ગારનો મધુર ભાવ મનને ઉદાસ કરવાને બદલે જાણેકે સર્જક અને સ્વરકાર અર્થાત્

    શબ્દ અને સૂરનો સમન્વય મને રાધા અને ક્રૂષ્ણનાપ્રેમ જેવો અતૂટ લાગ્યો

    મધુરાપતેઃ અખિલમ મધુરમ કહેવાનુ મન થાય એવુ. જેટલા મધુર અને કોમળ ગીતના શબ્દોછે

    એટલો મધુર સ્વર અને લય ગાયકનો. ગીત અને ગયકે મળીનેઆ ગીતને ખરેખર મધુરતમ બનવી દીધુછે.

    મધુર, મનોરમ ,મનોહર,મનોગમ્ય અને મનભર ગીત સાભળીને મન ધરાતુજ નથી જાણે સાભળ્યાજ કરુ,

    સાભળ્યાજ કરુ વારે વારે સાભળ્યાજ કરુ.એકજ દિવસમા સાતાથી આઠ વાર સાભળુ. મનમા બીજુ

    કાઈ આવતુજ નથી,અન્તરમા ગૂજ્યાજ કરે છે

    ગીતની સાથે સાથે ગીતની પ્રસ્તાવનાએ તો ગીતમા ચાર ચાદ લગાવી દીધાછે. ખરેખર ગીતની

    પ્રશસ્તિ માટે મરી પાસે તો શબ્દોજ નથી.

    ટહુકો અને જયશ્રિબહેન ખૂબ ખૂબ ધન્યવાદ આવા સરસ મધુરતમ ગીતોઆપવા અને સમ્ભળાવવા બદલ.

  11. દીપ્તિબેન લખ્યુ તે મન અને ઋદયની આરપાર નિકળી જાય એવીકવિતા છે !!!

  12. આંસુથી આંક્યું હોય એનું તે નામ ભલે
    વ્હેતી હવાની સૂની લ્હેરીએ!

    ભીતરથી હોય ભલે એનો રે જાપ તોયે
    કહેવું કે પીડ નથી કાંઈ;
    વિરહની વેદના તે કહેવાની હોય? ભલે
    કાળજું આ જાય કંતાઈ!

    મન અને હ્રદયની આરપાર નિકળતી કવિતા.

  13. વિરહની વેદના વ્યક્ત કેટલા કરી શકે?????
    સરસ રજુઆત………….

  14. ભીતરથી હોય ભલે એનો રે જાપ તોયે
    કહેવું કે પીડ નથી કાંઈ;
    વિરહની વેદના તે કહેવાની હોય? ભલે
    કાળજું આ જાય કંતાઈ!
    વેદના વિરહની મારી વધતી ચાલી,
    હવે કોને કહું?
    મારા દિલની તને સોંપી ચાવી,
    હવે ક્યાં રહું?
    પ્રભુ, હવે તો પ્રભાત થયું, તારી યાદમાં
    કે પછી, અસ્ત બધું થયું,
    રાધાના સાદમાં.

  15. વિરહની વેદના તે કહેવાની હોય? ભલે
    કાળજું આ જાય કંતાઈ!
    બહુ જ સરસ!!!

Leave a Reply to shreejisharnam Cancel reply

Your email address will not be published. Required fields are marked *