આનંદે નાચે મારું મન ઉમંગે નાચે.. – જગદીપ વિરાણી

સ્વર : ગીતા દત્ત
ગીત-સંગીત : જગદીપ વિરાણી
ગુજરાતી ફિલમ : નસીબદાર (૧૯૫૦)

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

ઊગિયો દિન અહીં
દિલ મહીં સૃષ્ટિ ખિલી
દિલ મહીં સૃષ્ટિ ખિલી
જાગી આનંદની ઉર્મિ
મનડું દે છે તાલી
મનહર કોઈ રાગિણી સુણી
ઘેલી ઘેલી થાઉં રે

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

જાણે આવી બાગમાં મારા
રૂત સુહાની દોડી દોડી
ફૂલ ભર્યા મેં હાથમાં સુંદર
રંગબેરંગી તોડી તોડી
આજે આનંદે ખણખણતું
ગીત ગાઉં રે
મારું મન નાચે રે

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

શાને આજે દિલડું મારું
ઊડવાને લલચાય રે
શાને આજે દિલડું મારું
ઊડવાને લલચાય રે
પાંખ પસારી એ પંખીડું
ઝટ રે ઊડી જાય રે
પાંખ પસારી એ પંખીડું
ઝટ રે ઊડી જાય રે
પૂરી રાત ભર
દિલ તાલ પર રાસ રમે

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

(શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ)

6 replies on “આનંદે નાચે મારું મન ઉમંગે નાચે.. – જગદીપ વિરાણી”

  1. અમદાવાદમાં તા. 25 ડિસેમ્બર 2010 ના રોજ જગદીપ વિરાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સ્વ. શ્રી જગદીપ વિરાણી રચિત ગીતોનો એક કાર્યક્રમ થઈ રહ્યો છે. આપ facebook પર Jagdeep Virani Fan Club પરથી આ અંગે વધુ માહિતિ લઈ શકશો. આ કાર્યક્રમ આમંત્રિતો માટે છે અને યોગદાન સ્વૈચ્છિક છે.

  2. Great job, Jayshreeben, Thanks for remembering Shri.Jagdip Virani. If you can, do post other songs of his. Enjoyed.

  3. Virani had a way of composign that was very different and his own. Other song I remember is ‘Rat mazam, zamazam chali ,mazam rat…’ Thanks for this memory.

  4. ..a personality with many folds..was very popular in his times..it is heard that his song was on AIR Rajkot on the opening day..Great job, TAHUKO..!

    • not only this song but wole program was jagdip bhai’s git and garba . garbas were also perfomed and was choeroegraphed by shrimati pragna ben oza and shri kunjalata ben mehta

  5. આનંદની વાત બહુ વરસો પહેલા રેકોર્ડ સાંભળી હતી ફરીથી યાદ કરાવવા બદલ આપનો આભાર………..

Leave a Reply to shaunak mehta Cancel reply

Your email address will not be published. Required fields are marked *