દરિયા જેવા દરિયાને પણ તરસ લાગે – બાલુભાઇ પટેલ

desert-sea.jpg

કદી તો ઝાંઝવા પણ દૂરથી એવા સરસ લાગે
કે એને જોઇ દરિયા જેવા દરિયાને પણ તરસ લાગે

કરી છે મેં દુ:ખોની પણ ઉજવણી રાત દી તેથી
હું ધારું ત્યારે દીવાળી ને બીજાને વરસ લાગે

વિતાવો એ રીતે જીવન – તમે ના હોવ ત્યારે પણ
તમારી યાદ પણ લોકોને મોંઘેરી જણસ લાગે

નથી સૌંદર્યની લીલા, બધી લીલા છે દ્રષ્ટિમી
જો દ્રષ્ટિમાં નિરસતા હો તો સુંદર પણ નિરસ લાગે

જગતમાં એવી પણ અજવાળી રાતો હોય છે ‘બાલુ’
કે જેની સામે ભરબપ્પોરે પણ ઝાંખો દિવસ લાગે

12 replies on “દરિયા જેવા દરિયાને પણ તરસ લાગે – બાલુભાઇ પટેલ”

  1. વિતાવો એ રીતે જીવન – તમે ના હોવ ત્યારે પણ
    તમારી યાદ પણ લોકોને મોંઘેરી જણસ લાગે

    ખુબ સુઁદર રચના….જિઓ….બાલુભઈ..

  2. Thanks for all this comments, all his kavitas are going to keep him live for ever.
    I have all his kavitas, if you need any of them Email to me with details if I can help you.
    I am his son. we still remember him very much.

    Thanks again for keeping him live.

    DIVYESH PATEL.

  3. શુ કહેવુ તમારુ બાલુભાઇ તમારુ વાચતા બીજા નિરસ લાગે!!!!

  4. બાલુભાઇની રચના એટલી સરસ
    મને તો હવે બીજી રચનાની તરસ

  5. નથી સૌંદર્યની લીલા, બધી લીલા છે દ્રષ્ટિની…..
    ખુબ જ સન્દર!

  6. He is my GREAT GATHER. he was a good poet, has 5 cd & 5 books on his name, He cannot complet his 5th book.
    We all miss him toomuch.

  7. કદી તો ઝાંઝવા પણ દૂરથી એવા સરસ લાગે
    કે એને જોઇ ……દરિયા જેવા દરિયાને પણ તરસ લાગે…….વાહ્.. શુ મિજાજ છે?

    નથી સૌંદર્યની લીલા, બધી લીલા છે “દ્રષ્ટિમી”
    જો દ્રષ્ટિમાં નિરસતા હો …….તો સુંદર પણ નિરસ લાગે……સરળતા થી જીદગી જિવવાનો કિમિયો?

    વિતાવો એ રીતે જીવન – “તમે ના હોવ” ત્યારે પણ
    તમારી યાદ પણ લોકોને મોંઘેરી જણસ લાગે…………….વાહ્.. જીદગી જીવવાની ફિલસુફી..

  8. ભરબપ્પોરે પણ દિવસ ઝાંખો લાગે….સરસ લાગે
    – ખુબ જ સુન્દર

Leave a Reply to divyesh patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *