
કદી તો ઝાંઝવા પણ દૂરથી એવા સરસ લાગે
કે એને જોઇ દરિયા જેવા દરિયાને પણ તરસ લાગે
કરી છે મેં દુ:ખોની પણ ઉજવણી રાત દી તેથી
હું ધારું ત્યારે દીવાળી ને બીજાને વરસ લાગે
વિતાવો એ રીતે જીવન - તમે ના હોવ ત્યારે પણ
તમારી યાદ પણ લોકોને મોંઘેરી જણસ લાગે
નથી સૌંદર્યની લીલા, બધી લીલા છે દ્રષ્ટિમી
જો દ્રષ્ટિમાં નિરસતા હો તો સુંદર પણ નિરસ લાગે
જગતમાં એવી પણ અજવાળી રાતો હોય છે ‘બાલુ’
કે જેની સામે ભરબપ્પોરે પણ ઝાંખો દિવસ લાગે



November 20th, 2007 at 12:24 pm
sabdo no aavo sangaar pahela nathi joyo…….jiyo Balu…………
November 21st, 2007 at 6:20 pm
સુંદર રચના…
April 2nd, 2008 at 12:58 pm
અને ઝળહળતા દિવસો નિશા કરતાય બિહામણા !!!!!
August 25th, 2008 at 3:12 pm
ખુબ સુઁદર રચના….જિઓ….બાલુભઈ..
November 20th, 2009 at 12:36 pm
ભરબપ્પોરે પણ દિવસ ઝાંખો લાગે….સરસ લાગે
- ખુબ જ સુન્દર
January 20th, 2010 at 9:26 pm
કદી તો ઝાંઝવા પણ દૂરથી એવા સરસ લાગે
કે એને જોઇ ……દરિયા જેવા દરિયાને પણ તરસ લાગે…….વાહ્.. શુ મિજાજ છે?
નથી સૌંદર્યની લીલા, બધી લીલા છે “દ્રષ્ટિમી”
જો દ્રષ્ટિમાં નિરસતા હો …….તો સુંદર પણ નિરસ લાગે……સરળતા થી જીદગી જિવવાનો કિમિયો?
વિતાવો એ રીતે જીવન - “તમે ના હોવ” ત્યારે પણ
તમારી યાદ પણ લોકોને મોંઘેરી જણસ લાગે…………….વાહ્.. જીદગી જીવવાની ફિલસુફી..
June 7th, 2010 at 6:37 pm
He is my GREAT GATHER. he was a good poet, has 5 cd & 5 books on his name, He cannot complet his 5th book.
We all miss him toomuch.
June 7th, 2010 at 9:07 pm
નથી સૌંદર્યની લીલા, બધી લીલા છે દ્રષ્ટિની…..
ખુબ જ સન્દર!