તું ગઝલ તારી રીતે લખ… – મનોજ ખંડેરિયા

એ વિરહને ખણે તો ખણવા દે;
રાતે તારા ગણે તો ગણવા દે.

પ્રશ્ન એનો છે કે પચશે તે,
કાગ મોતી ચણે તો ચણવા દે.

તારી ‘ના’ છો દબાઈ જાતી, એ-
હા મહીં હા, ભણે તો ભણવા દે.

ચાડિયો થઈને પોતે ખેતરનો,
મોલ લીલો લણ તો લણવા દે.

એમ થોડા કબીર થાવાના,
તેઓ ચાદર વણે તો વણવા દે.

મોજથી બેસ બાંકડે છેલ્લે,
એ ભણેશ્રી ભણે તો ભણવા દે.

તું ગઝલ તારી રીતે લખ, તેઓ,
ખુદને ગાલિબ ગણે તો ગણવા દે.

– મનોજ ખંડેરિયા

18 replies on “તું ગઝલ તારી રીતે લખ… – મનોજ ખંડેરિયા”

 1. manav says:

  બહુ જ સરસ ગઝલ

 2. AMIT N. SHAH. says:

  તારી ‘ના’ છો દબાઈ જાતી, એ-
  હા મહીં હા, ભણે તો ભણવા દે.

  khumari sabhar vaat chhe

 3. dipal says:

  હાહાહાહાહા
  મસ્સ્ત્….

 4. Niraj Solanki says:

  સરસ ગઝલ..

 5. Rajesh Mahedu says:

  મનોજભાઈની ટુંકી (નાની બહેરની) અને ચોટદાર ગઝલ વાંચી આનંદ થયો.
  અભાર.

 6. jaymin says:

  ખુબ જ સુન્દર ગઝ્લ .એમ થોડા કબીર થાવાના,
  તેઓ ચાદર વણે તો વણવા દે

 7. Typo- મોલ લીલો લણ (લણે) તો લણવા દે.

  ઉપરથી હળવી લાગતી પણ ગંભીર ગઝલ. Double-barreled rhyming પણ કુશળતાથી યોજાયું છે.

 8. કવિશ્રીએ અહીં કાફિયા અને રદિફનો મેળ સાધ્યો છે એ ધ્યાનર્હ રહ્યો…
  સરસ ગઝલ.

 9. Hemansu says:

  તું ગઝલ તારી રીતે લખ, તેઓ,
  ખુદને ગાલિબ ગણે તો ગણવા દે.

  સરસ ગઝલ

 10. atyant sundar gazal….majaa aavi

 11. Narendrasinh Sama says:

  તું ગઝલ તારી રીતે લખ, તેઓ,
  ખુદને ગાલિબ ગણે તો ગણવા દે.

 12. વાહ… મજાની ગઝલ… પણ આપણને તો ભાઈ, આ શેર ખૂબ જ ગમી ગયો:

  મોજથી બેસ બાંકડે છેલ્લે,
  એ ભણેશ્રી ભણે તો ભણવા દે.

 13. Anal says:

  વાહ કવિયાણી માર્ગી વાહ. . . શુ કવિતા લખી છે.આવીજ કવિતા લખતા રહો.

 14. Maheshchandra Naik says:

  મોજથી બેસ બાંકડે છેલ્લે,
  એ ભણેશ્રી ભણે તો ભણવા દે
  આ વાતનો મર્મ શ્રી મનોજભાઈ જ સમજતા હતા, આ ગઝલ દ્વારા એમણે સુચન કરી દીધૂ જ છે કે તને સમજ પડે એમ કામ કરતો રહી મંઝીલ પર પહોંચી જા…..સરસ ટુકી બહેરની ગઝલ….

 15. M.D.Gandhi, U.S.A. says:

  સુંદર ગઝલ છે.

 16. jahnvi vaishnav says:

  ગઝ્લ સરસ

 17. nirlep-qatar says:

  વિરહને ખણવાની અને સાથે તારા ગણવાની વાત…! એક મિનિટ મન વિચારે ચડી ગયુ..વાહ વાહ – શબ્દો અને કલ્પનોનુ અનેરૂ નકશીકામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *