ચાર લીટીનો કાગળ થઈને – ધ્રુવ ભટ્ટ

સ્વર : જન્મેજય વૈદ્ય

.

લો…..
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા
હરૂભરૂનો ખયાલ લઈને અક્ષરમાં ઓગળતા આવ્યા.

આમ જુઓ તો લખવા જેવું કામ નથી કંઈ અને છતાં છે
જુદાં ગણો તો આપણ બેનાં નામ નથી કંઈ અને છતાં છે
નામ-કામ-કારણનો સઘળો ભાર તજીને હળવા આવ્યા
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા

લખવામાં તો કાં, કેમ છો બેઠા છો ને ? પૂછવા જેવું
નથી લખ્યું તે તમે સમજજો આંખ ભરીને લૂછવા જેવું
ભર બપ્પોરે ટપાલ રસ્તે ઝરણું થઈ ખળખળવા આવ્યા
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા.

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

11 replies on “ચાર લીટીનો કાગળ થઈને – ધ્રુવ ભટ્ટ”

  1. I have vesited this site for the first or may be for the second time. It is a pleasent surprize for me to find you all loved the poem.

  2. ખુબજ સરસ,
    મન અને દીલ ને સ્પર્શી જાય તેવી વાત…

    નથી લખ્યુ તે તમે સમજજો આંખ ભરી ને લુછવા જેવુ,
    જુદાં ગણો તો આપણ બેનાં નામ નથી કંઈ અને છતાં છે….

  3. ભરબપોરે….ટપાલ..રસ્તે..ખુબ જ સમ્વેદનાથી તરબતર્…

  4. ધ્રવભાઈ નું આ ગીત એમના હસ્તાક્ષરમાં મને લખી, લગભગ આઠ વરસ પહેલા આપ્યું હતું.જયારે અમે પીડવળ માં તેમને મળી ને

    છૂટા પડતાં હતાં ત્યારે

    સુરેશ

  5. આમ જુઓ તો લખવા જેવું કામ નથી કંઈ અને છતાં છે
    જુદાં ગણો તો આપણ બેનાં નામ નથી કંઈ અને છતાં છે
    નામ-કામ-કારણનો સઘળો ભાર તજીને હળવા આવ્યા
    ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા

    અદ્ભુત રચના.

  6. ખુબજ સરસ,
    મન અને દીલ ને સ્પર્શી ગઈ.
    નથી લખ્યુ તે તમે સમજજો આંખ ભરી ને લુછવા જેવુ,
    વાળી વાત સરસ છે.

  7. લખવામાં તો કાં, કેમ છો બેઠા છો ને ? પૂછવા જેવું
    નથી લખ્યું તે તમે સમજજો આંખ ભરીને લૂછવા જેવું
    These lines are really excellent!!!

Leave a Reply to kumar shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *