ધરતીના સાદ – નાથાલાલ દવે

ગઈકાલે હિમાંશુભાઈનું ગીત – શહેરો થઈ ઊગ્યા મકાન વાંચ્યું ને? તો એ જ સંદર્ભમાં હમણા ટહુકો પર થોડા વખત પહેલા જ શબ્દો સાથે મુકેલું ગીત ફરી એકવાર માણીએ – સાથે સ્વરકાર શ્રી ભાઈલાલભાઈના સ્વર – સંગીત…. (આભાર – શેઠ સી.એન.વિદ્યાવિહાર – પ્રાર્થના મંદિર)

***

સ્વર – સ્વરાંકન : ભાઈલાલભાઈ શાહ

એવા આવે છે ધરતીના સાદ રે… હાલો ભેરુ ! ગામડે.
ભીની માટીની ગંધ આવે યાદ રે… હાલો ભેરુ ! ગામડે.

બોલાવે આજ એનાં ખુલ્લાં આકાશ,
મીઠા પરોઢના અલબેલા ઉજાસ,
ઘેરા ઘમ્મર વલોણાના નાદ રે… હાલો ભેરુ !

ચારીશું ગાવલડી ડુંગરના ઢાળે,
બાંધીશું હીંચકો વડલાની ડાળે,
મોર ગહેકે જ્યાં સરવરની પાળ રે… હાલો ભેરુ !

ગાઓ રે બંધવા ! ગામડાંનાં ગીત,
યાદ કરો ભોળુડાં માનવીની પ્રીત,
જાણે જિંદગીનાં મીઠાં નવનીત રે… હાલો ભેરુ !

ખૂંદવાને સીમ ભાઈ ! ખેડવાને ખેતરો,
ભારતના ભાવિનાં કરવા વાવેતરો,
હે જી કરવા માભોમને આબાદ રે… હાલો ભેરુ !

– નાથાલાલ દવે

10 replies on “ધરતીના સાદ – નાથાલાલ દવે”

  1. V had this poem in standard1or2 gujarati.1955/56/57.
    Till date,i like this song too much.i was searching it’s lyrics,since long.Thanks u tube .v had sung together this song in 1957,with garba/dandiya ras.oh! Those days r gone.Our teacher’s heartily teaching all subjects,in lucid, fine way.i was in MainBoy’s School,ANAND CITY’.

  2. ગ્રામ્ય-જીવનની મહેક લઈને સાંભળેલી કવિતા બહુ વરસો પછી ફરી આનદ આપી ગઈ, આપનો આભાર…………………

  3. “યાદ કરો ભોળુડા માનવીની પ્રીત” વાહ મજા આવી ગઈ કેવી સુન્દર રચના..!!!

  4. મને પણ આજ સવાલ થાય છે.આવુ સરસ ગીત સ્વરાન્કન કેમ નથી થયુ?

  5. Halo Bheru gaamde… What a beautiful song!!!

    Jayshreeben,,,, You really took me back to the atmosphere of a small village… As a matter of fact my wife and I come from a small village and thus we can very well
    relate to the ECHOES of this song, we feel we are right there…

    KHOOB KHOOB AABHAR

    Can you please tell what “raag” this song has been sung!! we could not hear it from this website.. I have sung it, on my own in 2 or 3 raagas… Desh

    Thanks…

    ashvin/bharati bhatt

  6. બહ જ ગમતી કવિતા –

    ગાઓ રે બંધવા ! ગામડાંનાં ગીત,
    યાદ કરો ભોળુડાં માનવીની પ્રીત,
    જાણે જિંદગીનાં મીઠાં નવનીત રે… હાલો ભેરુ !

    આ કવિતા ભણ્યા છીએ – અને શાળામા ઘણી વાર ગાઇ પણ છે

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *