ચૂંટણી – કૃષ્ણ દવે

gujarat-map.jpg

લોકશાહીની સાંકળ પાછી ચૂંટણીએ ખખડાવી.
બૂઢિ માની ખબર કાઢવા જાણે દિકરી આવી.

મશીન પણ આ મતદાતાનો કેવો રાખે ખ્યાલ!
જેના પર એ મુકે આંગળી બત્તી ધરતુ લાલ.

કહે મીનીસ્ટર આ વખતે પણ ચૂંટણી લડશું ત્યાથી
થોભો પહેલા યાદ કરી લઉં ચૂંટાયોતો ક્યાંથી?

એ ય આપણે જીત્યા તો તો દિલ્હી રહેવા જાશું,
રાજ મળે તો ઠિક નહિતર ટેકા વેચી ખાશું.

તું કયે છે તો આ ચૂંટણીમાં લે ઊભો રયો હું
પણ ધારો કે જીતી ગ્યો તો ત્યાં કરવાનું શું ?

અભિનંદન બભિનંદનને તો હમણા ટાંગો ભીંતેં
પહેલા ઇ તો ગોતી કાઢો જીતી ગ્યા કઇ રીતે ?

16 replies on “ચૂંટણી – કૃષ્ણ દવે”

 1. himanshu says:

  This was written at the time of general election.There should be one on voter’s confusions.

 2. કૃષ્ણ દવેજી ના કટાક્ષ કાવ્યો બહુ જ ચોટદાર હોય છે.
  મને એમનુ ‘આ પતંગિયાઓ ને કહી દો… ” પણ બહુ જ ગમ્યુ હતુ.

  કેતન શાહ, વડોદરા

 3. ramesh shah says:

  સરસ છે.મારા જેવા કોમનમેન ને વધુ ગમે એ સ્વાભાવિક છે.

 4. હુ રાજકારણ વિશે વધારે તો જાણતો નથી પણ જેટલુ જાણુ છુ તેના પરથી એટલુ તો કહીજ શકુ કે આ ગીતમા દેશના ભ્રષ્ટાચારી નેતાઓ નો એક practical view એક જીવતો જાગતો ચિતાર રજૂ થયો છે. I like this poem very much…..

 5. kamlesh says:

  samaye samaye desh ane matrubhumi ne yaad karavi dau chu, Navratri, Jay somnath , Sardar and now corruption and election
  Really tahuko is the live contact with apna desh and culture, here in dollariya desh.
  Great job

 6. ashalata says:

  સરસ છે ચૂટ્ણી સમયે સુન્દર કટાક્ષ——-

 7. manvantpatel says:

  એક વાત સ્પષ્ટ છે :તમે જીતો….કઇ રીતે જીત્યા ,તે
  બીજા નક્કી કરશે !

 8. sachin says:

  કહે મીનીસ્ટર આ વખતે પણ ચૂંટણી લડશું ત્યાથી
  થોભો પહેલા યાદ કરી લઉં ચૂંટાયોતો ક્યાંથી?

  અભિનંદન બભિનંદનને તો હમણા ટાંગો ભીંતેં
  પહેલા ઇ તો ગોતી કાઢો જીતી ગ્યા કઇ રીતે ?

  ——- માત્ર ચૂંટણીએ દેખાય એ નેતા!!!

 9. Harnish Jani says:

  જેટલી ગીતમા’ રમુજ છે.તેથી વધુ કરુણાતા છે કારણકે આ હકીકત છે.

 10. krushna dave says:

  ભાઈ હરનીસ જાની ભાઈ આપ આ કાવ્યની નસ પકડી શક્યા એ આનન્દની વાત ગણાય

  કૃષ્ણ દવે.

 11. Sanjay Vanani says:

  સર સ

 12. pritesh says:

  સરસ, ખુબજ ગમ્યુ.

 13. nanubhai nadoda says:

  વાહ ખુબ જ સરસ
  નેતાઓને સિધુ દિલ મા ચોટે એવુ ધારદાર

 14. AJAY OZA says:

  વાહ… ખૂબ મજાનુ…

 15. Kumar Dave says:

  This must be publiched in every News papers during each ealections and all the voters must read it fully before casting their vote.

  Best regards, – Kumar Dave

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *