મને ડેન્ચર આપો તો કૈંક બોલું – અનિલ જોશી

Well known Gujarati poet Shri Anil Joshi reciting his ‘gray laughter’ tinted poem/geet ‘મને ડેન્ચર આપો તો’ in a private bethak in London (28 July 2010).

YouTube Preview Image

(in case you are unable to view this video, double click on the video to go to You Tube)

મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.

એકવાર દાંત પડી જાય પછી જીભના વળવા માંડે છે સા’વ લોચા;
પહેલા તો રોટલાની પોપટી ખાતો’તો, હવે ધાનને કર્યા કરું છું પોચાં,
ઓણ શિયાળે ગંડેરી ખાવાનો મોહ, કહો શેરડીના સાંઠા કેમ છોલું ?
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?

પહેલા તો છોકરીને જોતા વેંત જ મારા હોઠમાંથી નીકળતી સીટી;
ચોકઠું પહેરી પહેરીને કાંઈ સીટી ન વાગે, પેઢાં બની ગયા છે દાંતની બે ખીંટીં,
હવેલીએથી આવ્યો છે ઠોરનો પરસાદ, એને જોતા વેંત આવી જતું ઝોલું.
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?

પહેલાં તો દાંત ઉપર દુનિયા ઊંચકતો’તો, હવે સ્ટ્રેચરમાં ઊંચકે મને લોકો;
જીવતર આખુંય બહુ ભાષણ ઠોક્યાં, હવે શ્રોતા બનવાનો આવ્યો મોકો,
વાંસળી બનવાના ઘણા ફાંફાં માર્યા, પણ બની ગયો સાંબેલું પોલું.
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?

– અનિલ જોશી

6 replies on “મને ડેન્ચર આપો તો કૈંક બોલું – અનિલ જોશી”

 1. K says:

  હાસ્ય કવિ સંમેલન……વાહ

 2. Ullas Oza says:

  બોખા માણસોનેી સાચેી વાત.

 3. Anila Amin says:

  કવિશ્રિ અનિલભાઈ, ઘડપણ કેણે મોકલ્યુ કાવ્ય યાદ આવી ગયુ.હવેતો ડેન્ચર પહેરીને

  સિટી મારશો કોઇની ગાળો સાભળવા મળશે અથવા તો જૂતા પડશે. અફસોસ છે કે જે

  મળ્યુ છે તેને સ્વિકાર્યા વગર છૂટકોજ નથી પાશ્ચાત્ય દેશ મા તમારી સિટીની કદર કરનાર

  મળી જવાની શક્યતા ખરી બાકીતો હવે ગે ગે ફે ફે કરે રાખવાનુ. આપતો કવિ છો એટ્લે

  ત થ દ ધ લખીને પણ અભિવ્યક્ત કરી શકશો પણ બીજા બધાને માટેતો ગૂગાએ ગોળ

  ખાધા જેવી દશા થાય કાવ્ય આપના મુખેથી સાભળવાની મઝા આવી.હળવી મજાક બદલ માફ

  કરશો એજઆશા.

 4. himanshu. says:

  Suparb!-Himanshu.

 5. Hitesh says:

  ખુબ જ સરસ. મજા આવી ગઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *