છલકતી જોઈને મોસમ – વિનય ઘાસવાલા

સ્વર : મનહર ઉધાસ

.

છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ.
હતી આંસુથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ.

પ્રણયના કોલ દીધા‘તા તમે પૂનમની એક રાતે,
ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ.

નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ,
બસ એ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઇ.

અધૂરી આ ગઝલ પૂરી કરી લઉં , એવા આશયથી,
ઊઠાવી જ્યાં કલમ પ્રિતમ, તમારી યાદ આવી ગઇ.

– વિનય ઘાસવાલા

12 replies on “છલકતી જોઈને મોસમ – વિનય ઘાસવાલા”

  1. બહુ જ ગમતી ગઝલ. આજે ઘણા વખતે ફરીથી સાંભળી મન મ્હોરી ઊઠ્યું.
    શ્રી. વિનય ઘાસવાલાનો પરિચય બનાવવામાં મદદ કરવા વિનંતી.

  2. નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ,
    બસ એ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઇ.

  3. તૂઝસે તો તેરી યાદ અચ્છી હૈ, તૂ આતી હૈ ચલી જાતી હૈ,

    વો આતી હૈ ચલી નહી જાતી.

  4. વાહ ,પ્રભાતે જ ટહુકો ની આ ગઝલ સાંભળી ને , પ્રીતમ ની યાદ આવી ગઈ…
    એમાં પણ મનહરભાઈ ક્યા બાત હેં …

  5. વાહ…ગુજરાતી ગઝલ ના બેતાજ બાદશાહ…બહુ વખતે ટહુકાંમા ટહુક્યાને…!!!!!!!

    યાદ આવી ગઇ…….મઝા આવી ગઈ…..

Leave a Reply to રવિ પારેખ Cancel reply

Your email address will not be published. Required fields are marked *