સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની… – રમેશ ગુપ્તા

આજે 31 ઓક્ટોબર, આપણા વ્હાલા અને ગુજરાતનું ગૌરવ એવા સરદાર પટેલનો જન્મદિવસ. એમના જન્મદિવસે ગુજરાતનું ગૌરવ ગાતું આ ગીત..!!

હું છેલ્લા 4 કલાકથી આ એક જ ગીત સાંભળું છું.. અને મને ખાત્રી છે કે ગુજરાતમાં વસતા કે દુનિયાને ખૂણે ખૂણે પહોંચેલા અને ગુજરાતને હ્ર્દયમાં વસાવીને રહેતા દરેક ગુજરાતીને આ ગીત વારંવાર સાંભળવું ચોક્કસ ગમશે.
કવિઃ રમેશ ગુપ્તા
ગાયકઃ મન્ના ડે
સંગીતઃ જયંતિ જોષી
Year: 1960

vibrant_gujarat.jpg

.

આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત
જય ગુજરાત…., જય જય જય ગરવી ગુજરાત

જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની…

ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિં
વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહિં
જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાળીકામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર
રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
જય દયાનંદ જય પ્રેમાનંદ જય બોલો બહુચરામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

દલપત નાન્હાલાલ દયાના મધુર કાવ્ય ભુલાય નહિ
મેઘાણીની શોર્ય કથાઓ અંતરથી વિસરાય નહિ
અમર કાવ્ય નર્મદના ગુંજે જય જય અંબે માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

મળ્યા તેલ ભંડાર દ્રવ્યના, ભિષ્મપિતાની બલિહારી
ધન્ય ધન્ય ગુજરાતની ભૂમિ, થયા અહીં બહુ અવતારી
જય સાબરમતી, જય મહિ ગોમતી સરસ્વતી, બોલો નર્મદામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

હિંદુ મુસ્લિમ વોરા પારસી હળીમળી સૌ કાર્ય કરે
સૃષ્ટિને ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપાર કરે
જય સહજાનંદ જય જલારામ જય મહાવીર દાતારની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત બોડાણો કલાપી મહાદેવ દેસાઇ
દાદાતૈયબજી કસ્તુરબા પટેલ વિઠ્ઠલભાઇ
આજ અંજલી અમર શહીદોને અર્પો ગુજરાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

શ્રમ પર શ્રમ કરનારા માનવની આ ધરતી ન્યારી
સત્ય શાંતિ અને અહિંસાના મંત્રો દેનારી
શ્રમ સેવાની કરો પ્રતિગ્ના ઉગી ઉષા વિરાટની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

130 replies on “સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની… – રમેશ ગુપ્તા”

  1. આજ ગીત કોઈ અન્ય ગાયક ના અવાજ માં કોરસ સાથે બહુ વર્ષો પહેલા અમદાવાદ દુરદર્શન પર આવતું. વીડીઓ સાથે. કાન તરસી ગયા છે એ સંભાળવા માટે. જો ક્યાંકથી મળી જાય તો……… મજા આવી જાય

  2. I think not a single song related to the ‘GUJARAT NI DHARTI’ can surpass it.
    We appreciate very much for listening it thru the youtube you have placed on.

    We really enjoy it, and will be doing so.

    Thank you very much..

  3. NICE NICE NICE BAHU SUNDER GEET SE, AAVU GEET GURATIO JO SAMBHLE TO TENU LOHI UKLE ANE RUVALA UBHA THAY JAY, JAY GUJRAT

  4. સાહેબ,
    આ ગીત કયા આલ્બમનું છે જરા કહેશો ?
    મારે એની CD ખરીદવી છે.

    તમારો આભાર.

  5. ખરેખર બહુ સુંદર ગીત છે.

    આ ગીતનો વિઙીયો અહીં મુકવા વિનંતી, સાહેબ.

  6. ખરેખર ખુબજ સુંદર. બહુજ લાંબા સમય પછી આવું સુંદર ગીત સાંભળવા મળ્યું.
    ખૂબ ખૂબ અભિનંદન.
    આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત,
    જય ગુજરાત…., જય જય જય ગરવી ગુજરાત

    ખૂબ ખૂબ આભાર.

  7. really, dear Jayshreeben, i m very happy after finding this song. since many years, i was finding this song. i think, i got new blood in my veins after listening this song. that’s not just words, dear sister, but this is my true feelings that i can’t express properly. actually, I’m technical professional but my heart is in literature. from my childhood days, i like this song. again, thank you very much..
    and another one thing, i want it .mp3 or any file which can be download..
    plz if u have, send me the link to my mail id..

    thanks again…!

  8. મને ખુબ જ સારુ લાગ્યુ.thank you! કરલ કે મને તમરુ ‘યશગથા ગુજરતનિ’ બદલ.તમે આ કાવ્ય વેબસૈદથિ અમને મોકલ્યુ.

  9. ખરેખર ખુબજ સુંદર. બહુજ લાંબા સમય પછી આવું સુંદર ગીત સાંભળવા મળ્યું. ખુબ ખુબ આભાર.
    મારે આ ગીત જોઇ એ મારે રીન્ગટોન બનાવી ૅ.મને mp3 git મૉક્લ્શો

    મેવાડા મનોજ

  10. ખુબ ખુબ આભાર .. જયશ્રીબેન…આભાર માનવાના શ્બ્દો જડતા નથી…ખેડૂત ને વરસાદ આવ્યાનો જેટલો આનન્દ થાય એટલો આનન્દ, કે પછી વ્હાલા સ્વજન કે જેની રાહ જોવાતી હોય, અને એના આવ્યાનો જે આનન્દ થાય, ખબર નથી પડતી શુ ઉપમા લખુ????? પણ રુદિયા ના તાર હલાવી ગયા…..સલામ ગુજરાત..અને તેના ખમીરને…..જય ગુજરાત…..

  11. ખુબ જ સુન્દર્.
    આજે મને સાચે જ ગર્વ થાય છે કે હુ ગુજરાત નો છુ..
    આભાર્…..

  12. ખરેખર ખુબજ સુંદર. બહુજ લાંબા સમય પછી આવું સુંદર ગીત સાંભળવા મળ્યું. ખુબ ખુબ આભાર.

  13. Tahuko.com has always given us best of the gujarati sahitya.
    Its a place where your all dreams will come true.
    Thanks to tahuko.com

  14. આભાર
    ઘણા સમયથી હુ આ ગીત શોધી રહ્યો હતો.

  15. અતિ સુંદર,અર્થપૂર્ણ,અભૂતપૂર્વ અને શ્રવણીય

    ખૂબ ખૂબ આભાર

    શિરીષ દવે

  16. By my heart,
    Today I feel proud as a Gujarati.
    Thank You very much….
    I think You have truly served your motherland.
    Congratulations !!!

  17. This song is very very excellent. At the time of our gujarat celebrate swarnim jayanti celebration. This song will be title song of every event in gujarat. Each and every aspect will be coverd by Shri Ramesh gupta.

  18. MARA SARVE GUJARATI BHAI BEHNO NE ARPAN…..SWARNA AKSHARE LAKHSHE KAVI O YASH GAATHA GUJARAT NI…AAVO GUJARAT NI ASMITA NE MEHKAVI E …MARU GUJARAT ETALE JYA BHAI SHREE NARENDRA MODI , MAHAATMA , SARDAAR , ANE AAKHI DUNIYA NE DHANDHO KARTA SHIKHVADYO EVA DHIRUBHAAI ANE AA GEET NA RACHAIYTA KAVI NARMAD…..AAJE AANK…H ASHRU THI BHARAAI GAI ….MANE GUJARATI HOVANO GAURAV CHE…MARO AATMA GUJARAT MARO BHARTHAAR GUJARAT..SHU AAPNE CHE GUJARATI HOVANO GAURAV ?

  19. This song is very very nice and So Sweet. When I was 11 years old in 1964 since then I like this song and looking for the words and today I got this. Thank You Very Much to my brother because he sent me the words. JSCA. (Jai Sat Chit Anand).

  20. એક ગુજરાતેી માટે શેર લોહિ ચઢાવે તેવુ ગાન અભિનન્દન

  21. ધ્ન્ય વાદ્ જય્શ્રેી બેન ક્યથિ લવ્યઆ આ ગિત.ક્યર નો હુ આ ગિત સોધ્રતો હતો.બહુ આન્ન્દ થયો આ ગિત થિ.ફરિ વખત હદય થિ આભાર્.

  22. ખુબ જ સુન્દર્.
    આજે મને સાચે જ ગર્વ થાય છે કે હુ ગુજરાતેી છુ..
    આભાર્…..

  23. જય જય ગરવિ ગુજરાત………
    ખુબજ સુન્દર ગિત લખયુ ચે શ્રિ રમેશ ભાએ………..
    તેમ્ને આ ગિત લખવ બદલ હર્દિક શુભ્કમ્નઓ
    અને ગુજરાત માન વસ્તા બધાજ ગુજરાતિ ભઇ બહેનો ને મરિ સુભ્કામ્નઓ

    JAI JAI GARVI GUJARAT
    VERY PROUD MAKING SONG BY SHRI RAMESHBHAI
    I M PROUD TO BE GUJARATI
    ND WOULD LIKE TO CONGRATULATE HIM FOR SUCH A WONDERFULL SONG WRIITEN
    ND ALSO I WOULD LIKE TO WISH EACH AND EVERY GUJARTI A HAPPY GUJARAT DAY
    AND SPECIALLY TO OUR CHEIF MINISTER
    JAI JAI GARVI GUJARAT
    JAI HIND

  24. જયશ્રેીબેન્,
    ખુબ જ સરસ ગિત આપના દ્વારા સામ્ભલવા મલ્યુ ! આભાર્—This is best gujarati geet of mannadaysaheb–thanks again-dr sedani

  25. after more than 30 years in usa,listening ths song took me on sentimental journey of my gujarat, my city amadavad and my street in shahpur. what atears jerking song. thanks a lot. devendra

  26. hey i really like this song….plz plz plz i requst to send me this song..i want to download this song bcz of my mummy wants it..plz give me link to download this…plz i request you….

  27. Thanks to the person who load this song,Please DO NOT SALE THIS SONG, put this song for All gujarati to Download and let Them proud for Gujarat,For this song Or Any Old is Gold Gujarati Geet, Please Do not Make Bussiness,If Gujarati People can download the old is gold songs like 1960 to 1970 We can All Proud for Our Own People,Can We Learn From Our own Northern People from india, Hasmukh V Patel,MADHIWALA>

  28. Chi Jayshreeben, JSK..This narrating in excellent words.our GOLDEN GUJARAT.memory ogf all the poets leaders and all the respwctable personalities and places are discribed in beautiful words.and is sung in very good and inspiring tune..our head will bow down for the best presentation by the team work of..Shree RAMESH.GUPTA,MANNA DEY and JAYANTI JOSHI this time we will include in our gujatat day celebration .regards.RANJIT/INDIRA VED>JSK

  29. hello man thanks and i really appreaciate your work!!!
    i got tears in my eyes after hearing this song!!!
    actually i want this song from long time and you give me here!!!
    thanks again and jsk!!!!!

  30. the best song for ever….

    thank u all…

    i found a lot for this song…

    jay jay garvi gujarat……………

  31. મને આ ગીત બહુ ગમે છે. આ ગીત દુરદર્શન ઉપર જેના અવાજમા આવતુ હતુ ઍ અવાજમા મળૅ તો આનંદ થશે.

  32. અરે આ ગીત તો માત્રુગીત જાહેર કરવુ જોઇએ. બસ હૈયુ ઉભરાય જાય!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  33. I was in School then, when i sang this song for the first time in Central School, Air Force Station, Halwara, Punjab…found some more interesting facts associated with this song….

    ૪ વર્ષના મહાગુજરાત આંદોલનના પગલે બૃહદ મુંબઈ રાજ્યથી અલગ પડેલા ગુજરાત રાજ્યની સ્થાપના ૧લી મે, ૧૯૬૦ના રોજ સાબરમતી આશ્રમ ખાતે તે વખતના મૂકસેવક રવિશંકર મહારાજના આશીર્વાદ સાથે થઈ હતી. રવિશંકર મહારાજ ઓલિયા ફકીર સમાનનું જીવન જીવ્યા હતા. તે વખતે તેમણે બૃહદ મુંબઈ રાજ્યના એક ભાગ ગણાતા ગુજરાત પ્રાંતમાં સમાજસુધારાનું અનોખું બીડું ઝડપ્યું હતું. ૧૯૫૬માં ભાષાકીય ધોરણે અલગ રાજ્યની ચળવળ થઈ ત્યારે તેને ઈન્દુલાલ યાજ્ઞિક નું સમર્થન હતું. તેમણે મહાગુજરાતની ચળવળ વખતે ચળવળના નેતાઓને સમયે સમયે માર્ગદર્શન પણ આપ્યું હતું. તત્કાલીન સમયગાળામાં તેઓ પ્રત્યેક ગુજરાતીના મનમાં એક આદરભર્યું સન્માન અને લાગણી ધરાવતા હતા. તેથી જ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ રાજ્ય ગુજરાત બનાવવાનો નિર્ણય લેવાયો ત્યારે મૂકસેવકના હસ્તે નવા રાજ્યની સ્થાપના કરવાનું નક્કી કરાયું અને સ્થળ તરીકે રાષ્ટ્રપિતા ગાંધીજી સ્થાપિત સાબરમતી આશ્રમ નક્કી થયું હતું. અલગ રાજ્યની તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૧લી મે ૧૯૬૦ના રોજ ગુજરાતનો ઉદય થયો.અને ગુજરાતના પાટનગર તરીકે અમદાવાદને પસંદ કરવામાં આવ્યું જેને પાછળથી બદલીને હવે ગાંધીનગર કરવામાં આવ્યુ છે.

  34. jai shree ben, ketlu… radavshoo…. you know…with this song is associated sme emotive memory of my dad..and this dates back to 1986 or may be 1987, when i was introduced to this song for the first time. I have grown up outside guj and it was for a National Integration Competition (NIC-celebrated in all central schools on 31st Oct after Indira Gandhi’s death anniversary).the theme state that year was Gujarat. My dad was posted at an Airbase in Punjab, and i being the only gujarati in my entire school, was to present about Guj. I barely knew Gujarati then…

    But while listening to this song….perhaps after soooooooooo many years… it brought in live those momments… how my dad taught me this song.. he even use to sing.. (taaan tan tan.,..tan tanaaa tan…the background music)… sounds so funny now…
    It was him, who instilled in, the love for music, passion for my culture and craze for guj sugam sangeet…
    He lives thousandsssssss of miles away in guj…
    I miss him.. I miss gujarat…

  35. Jayshree Bahen:

    After listening this song I could not keep my eyes dry. On top of that, read all commens it got more wet. There is no words to describe for my appreciation to bring my heart and sole back to my country & state. I wish I can type in Gujarati to express my feelings towards our country and state. I rember few words from my young age. “Je Janani Janmbhume Je Na Chhe Aane , Vishvevirudhh Kram Rakshas A”. ” Khaber Nathi Shu Aafat Padi Che, Bus AtlI ja Khabe Che Ke Mat Ni Hakal Padi Che.” I have been asking my self what am I doing in this country? It was a mistake to leave country. I am hoping to lgo back to our country very soon. I am confident that many of us have same question in there mind.

  36. જય જય ગરવિ ગુજરાત મારે ડાઉન લોડ કરવુ છે.તો કેવિ રિતે કરુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *