તમન્ના (બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું…) – ગની દહીંવાલા

સ્વર – ગાર્ગી વોરા
સ્વરાંકન – ડૉ. ભરત પટેલ
આલ્બમ – એક મેકના મન સુધી (ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન પસ્તુતિ)

.

બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું,
નિખાલસ પ્રેમથી પાશે જગત, તો ઝેર પી જાશું…

સજાવીશું તમન્નાઓની મહેફિલ એક દી જોજો,
ધરા ત્યારે ગગન બનશે, અમે તારા બની જાશું…

પડીશું તો ગગનના ઘૂમટેથી મેહુલા રૂપે,
ઉરે ફળની તમન્ના લઈને માટીમાં મળી જાશું.

પતંગાની અગન લઈને ‘ગની’, કંઈ શોધીએ શાતા;
દીસે એ દૂર પેલી જ્યોત, ત્યાં જઈને બળી જાશું.

– ગની દહીંવાલા/p>

18 replies on “તમન્ના (બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું…) – ગની દહીંવાલા”

  1. પતંગાની અગન લઈને ‘ગની’, કંઈ શોધીએ શાતા;
    દીસે એ દૂર પેલી જ્યોત, ત્યાં જઈને બળી જાશું.
    ગનીભાઇ ના શબ્દો બસ…. કાઇ કેહવુ એ સુરજ ને પ્રકાશ દેખાડ્વા સમાન છે. પણ મારે કેહવુ જોઇએ કે સંગીત અને સ્વર… ખરેખર મજા પદિ ગઇ.ગાર્ગી ના અવાજ મા ખરેખર સર્સ્વતી નો વાસ છે. ફક્ત અને ફક્ત સ્વર ના લિધે આ ગીત થોડા દિવસ પેહલા ૧૦ થિ પણ વધારે સાભળ્યુ.સરસ… સરસ.. અને ખુબ જ મધુર ગીત/ગજલ.

  2. ડો ભરત, તમારૂ સંગીત થી સજવેલું ગીત પહેલી વાર સાંભળ્યુ ખુબ મજા આવી.ખુબ આગળ વધો તેવી શુભેછા.પરંતુ મધુરતા માં કટુતા પારખવાનું યાદ રાખશો.

  3. ગાર્ગી ના અવાજ માં ગનીભાઈ ની સુંદર ગઝલ સાંભળી આનંદ થયો
    ગાર્ગી ને અભિનંદન..
    ટહુકા નો અભાર..

  4. મને બરાબર યાદ છે, ધોરણ ૯ કે ૧૦ માં આ કવિતા ભણતા ગણતા અને ગાતા. સુંદર. It is among very few poems I remember by heart. અને બીજી હતી, અત્તરીયા અત્તર ના સોદા ન કીજીયે, અત્તરીયા અત્તર તો એમ નેમ દીજીયે…..I forgot the poet. Jayshreeben, it will be great, if you could find it out. Thanks

  5. સરસ ગઝલ, અમારા સુરતના કવિશ્રી ગનીભાઈ, ગોપીપુરામા એમને સ્વદેહે જોયા છે, સુરતમા મુશાયરામા સાંભળ્યા છે એનુ સ્મરણ કરાવવા બદલ આપનો આભાર, કવિશ્રીને સલામ, ગાયકી અને સંગીત આનદ આપી જાય એવુ છે,સૌને અભિનદન……

  6. Mane Gujarati Badhij Kavita,Gazal,Bhajan Nani Copy DVD Ma Joyti Hoy to su karvu Maherbani karine Mane Mail Karo Athva Mara Mobil Par Contect Karo

  7. આ અત્યારના સન્જોગો માટે એક્દમ બન્ધ બેસતુ ગેીત છે.

  8. ગની દહીવાલાની ગઝલો ઉત્તમજ હોયછે એમનીગઝલ વિષે કોઈ પણ પ્રતિભાવ આપવો

    એ ઘણી અલ્પ બુધ્ધિ લેખાય. સાભળવાની પણ મઝા આવી . ખૂબજ સરસ.

  9. બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું
    નિખાલસ પ્રેમ થી પાશે જગત તો ઝેર પી જાશું

    અમારી દ્રષ્ટિએ છે પાપ પડતીમાં પડી રહેવું
    પુન: વ્હાણે પ્રગતશું સાંજનાં જો આથમી જાશું

    સજાવીશું તમન્નાઓની મહેફિલ એક દી જો જો
    ધરા ત્યારે ગગન બનશે અમે તારા બની જાશું

    જીવનની ડાળ ઉપર પુષ્પ રૂપે ફોરશું કિન્તુ
    મધુકર વૃત્તિઓની સામે કંટક પણ બની જાશું

    અમે ઓ રાહબર આગળ ધપીશું તાવ નજર રૂપે
    નથી કાઈ કાફલાની ધૂળ કે પાછળ રહી જાશું

    પડીશું તો ગગનના ઘૂમટે થી મેહુલા રૂપે
    ઉરે ફળની તમન્ના લઇને માટીમાં મળી જાશું

    પતંગાની અગન લઈને “ગની” કંઈ શોધીએ શાતા
    દીસે છે દૂર પેલી જ્યોત ત્યાં જઈને બળી જાશું

  10. બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું,
    નિખાલસ પ્રેમથી પાશે જગત, તો ઝેર પી જાશું…
    સજાવીશું તમન્નાઓની મહેફિલ એક દી જોજો,
    ધરા ત્યારે ગગન બનશે, અમે તારા બની જાશું…
    પડીશું તો ગગનના ઘૂમટેથી મેહુલા રૂપે,
    ઉરે ફળની તમન્ના લઈને માટીમાં મળી જાશું.
    પતંગાની અગન લઈને ‘ગની’, કંઈ શોધીએ શાતા;
    દીસે એ દૂર પેલી જ્યોત, ત્યાં જઈને બળી જાશું.
    – ગની દહીંવાળા सादर धन्यवाद,

Leave a Reply to NILAY MEHTA Cancel reply

Your email address will not be published. Required fields are marked *