અલ્લા બેલી – શૂન્ય પાલનપુરી

સ્વર – સંગીત : ??

shoonya.JPG

.

સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી,
ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’! હિંમત બોલી ‘અલ્લા બેલી’!

નાવ ઊતારુ હો કે માલમ, સૌને માથે ભમતું જોખમ,
કાંઠા પણ દ્રોહી થઇ બેઠા, મઝધારે પણ માઝા મેલી.

એવાં છે પણ પ્રેમી અધુરા, વાતોમાં જે સુરાપુરા,
શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી.

કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!

આપખુદીનું શાસન ડોલ્યું, પાખંડીનું આસન ડોલ્યું,
“હાશ” કહી ઈશ્વર હરખાયો, ‘શૂન્યે’ જ્યાં લીલા સંકેલી.

19 replies on “અલ્લા બેલી – શૂન્ય પાલનપુરી”

  1. had met shunysahib at dehgam dist ahmedabad his writeup highly singeble i like this thank you jashriben god bless you narendra

  2. શૂન્ય સાહેબ નુ જિદગી માટે નુ અવલોકન ઘણુજ ઉંડાણભર્યુ છે. એમા સંદેશો છે કે મુશ્કેલીઓ સામે બાથ ભીડો ખાલી નસીબને સહારે જિંદગી ન જીવો.

  3. જ્યારે જ્યારે આવા શબ્દો વાચુ ત્યારે હૈયે ઉમન્ગ જાગે .

  4. કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
    મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!

    અલ્લાવબેલી……

    સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી,
    ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’! હિંમત બોલી ‘અલ્લા બેલી’

    હીમ્મ્ત બોલી અલ્લાવબેલી……

  5. ખુબ જ સરસ !
    ધન્યવાદ….”નિરસાવાદી માણસ દરેક તક માં મુસ્કેલિઑ સોધે ,જ્યારે આસાવાદિ માણસ દરેક મુસ્સ્કેલિ માં તકો સોધે……

  6. કહો દુશ્મનને હું દરિયા જેમ પાછો જરુર આવીશ,
    એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે. -મરીઝ.

  7. હુ ગુજરતિ છુ ભુલિગયો હતો યાદ અપાવવા ધન્યવાદ

  8. ઝઝા બોલી ખમ્મા ખમ્મા ;
    હિઁમત બોલી ‘અલ્લા બેલી’….સરસ !

  9. મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!

    ભલેને
    કાંઠા પણ દ્રોહી થઇ બેઠા, મઝધારે પણ માઝા મેલી
    “હાશ” કહી ઈશ્વર પણ હરખાયો જ્યારે
    આપખુદીનું શાસન ડોલ્યું, પાખંડીનું આસન ડોલ્યું….!

Leave a Reply to Hemant Solanki Cancel reply

Your email address will not be published. Required fields are marked *