સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી.. – પ્રવિણ ટાંક

આ અડધો શનિવાર અને અડધો રવિવાર… આવું નવું વર્ષ આવે તો મારે પોસ્ટ ક્યારે મુકવી? એ ચક્કરમાં હું બીજું કંઇ સ્પેશિયલ નથી કરી રહી.. સાંભળો આ મઝાનું ગીત..! ગીતની ગંભીરબાજુને ધ્યાનમાં ન લેતા આ ગીત માણીએ અને નવા વર્ષને આવકારીએ..! 🙂

આમ પણ – આ ગીત જે આલ્બમમાંથી લીધું છે – એ ગુજરાતી.કોમ – આવતી કાલની ગુજરાતી કવિતાઓ અને ગીતો મઢ્યું આલ્બમ છે – હાથમાં આવે તો સાંભળવાનું ચૂકશો નહી..! 🙂

પ્રસ્તાવના: અંકિત ત્રિવેદી
સ્વર: ચંદુ મટ્ટાણી
આલ્બમ: ગુજરાતી.કોમ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

છેક દ્વારિકાથી દોડતા આવી સુદામાએ ઉઘાડી નાખેલી ડેલી,
ફાટેલી આંખોએ દંગ થઈ જોઈ એનાં ફળિયામાં લેક્સસ પડેલી.

ફફડતાં હૈયે જ્યાં પગ દીધો ફ્લૅટમાં ત્યાં ફાગણની કોયલ સંભળાઇ,
સોફાઓ દેખીને સૂવા એ જાય ત્યાં આંગણીયા સ્વપનો વિસરાયે,
ઓચિંતા ઝબકીને જાગી જુએ, સૂટ-બૂટ સહેત ટાઇ વિંટેલી,
સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી..

પંખા પલંગો કબાટોને જોઈ પછી ધીમેથી ફ્રિજને એ ખોલે,
ફ્રિજમાં કાનાને થિજેલો જોઈ ફોન ઉપાડી મોટેથી બોલે,
How Are You, ક્હાન? જરા busy છું યાર, જો આ ઑફિસની ફાઇલો પડેલી,
સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી..

સનસેટ જોવાને બેઠા છે સાંજે એ ગાર્ડનનાં ઝૂલે કમ્પાઉન્ડમાં,
ફૅશનીયા છોકરાને ટોમીને લઈ હવે નીકળે છે રોજ રોજ રાઉન્ડમાં,
એના ચહેરે ગોગલ્સ, સહેજ દુખતા મસલ્સ, હોઠ વચ્ચે છે સિગરેટ નમેલી,
સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી..

ગોળ ગોળ ખુરશીમાં ફરતા રહી, ઓલ્યા કૃષ્ણની સમૃદ્ધિ તાગે,
વૈભવની વચ્ચે છે એવા ચકચૂર એને દ્વારિકા દરિદ્ર સાવ લાગે,
પોતીકી સાહ્યબી તો દોમ દોમ ફૂટી ને દ્વારિકા તો દરિયે ડૂબેલી,
સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી..

– પ્રવિણ ટાંક

44 replies on “સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી.. – પ્રવિણ ટાંક”

  1. જરુર વાચજો,
    સુદામા ૧૨ વરસ સુધિ લોકો ને વૈદિક વિચારો આપતા આપતા ભગવાન ને કહેવા ગયા હતા કે હુ વૈદિક સન્સ્ક્રુતિ નુ કામ કરિને આવ્યો ચ્હુ. લોકો ના જિવન બદ્લાવિને આવ્યો ચ્હુ, નહિ કે માન્ગવા માટે. સિરિયલો મા બતાવે તેટલા સુદામા ગરિબ ન્હોતા. તે ખુબ તેજસ્વિ બ્રાહ્મ્ણ હતા. અને ભગવાન પાસે માન્ગવા આવવુ પડે ત્યા સુધિ ભગવાન ને ખબર ના પડે તેટલા ભગવાન અણસમજુ ન્હોતા. સન્સ્ક્રુત ભાશા મા એક જ શબ્દ ના ૩૦૦-૩૦૦ અર્થ થાય ચ્હે તેથિ યોગ્ય અભ્યાસુ વ્યક્તિ જ તેનો યોગ્ય અર્થ કરિ શકે.
    વૈદિક સન્સ્ક્રુતિ નુ કામ કરનાર મહાન સુદામા ને કોટિ કોટિ વન્દન્. ક્રુશ્ન વિશે કૈ પણ પ્રશ્નો હોય તો મૈલ કર્જો. ક્રુશ્ન ના જિવન નો યોગ્ય અભ્યાસ કરજો. નહિ તો આવા હજારો કાવ્યો લખાશે અને હકિકત મા સુદામા જેવા મહાન ચરિત્રો ને અન્યાય થતો રહેશે.

    sohaliyabrijesh@gmail.com

  2. ક્રુશ્ણભક્તો નિ લાગણી દુભાય તેવું કાવ્ય છે. તત્કાલિક દુર કરો. It doesn’t represent our culture. Lord Krishna is a God and Shridama was not altu faltu bhikhari. He was a scholar and he worked for our religion and culture.

    • ઉશા બેન્ તેમજ સર્વ મિત્રો,
      ક્રૂશ્ન ભગવાન ને ૧૧૦૮ નહિ, પણ ૧૬૧૦૮ રાણિઓ હતિ ! પણ કઇ રિતે ખબર ચ્હે ? નરકાસુર ને મારિ ને તેના નર્કાગાર માથિ આ સ્ત્રિઓ મુક્ત થૈ, પોતાને ઘેર ગઇ ત્યારે સમાજ તેને અપ્નાવવા માટે તૈયાર ન્હોતો, સમાજે પુચ્હ્યુ તમારો ધણિ કોન ? ત્યારે આ સ્ત્રિઓ ને કહ્યુ તમ્ને કોઇ પુચ્હે તો કહેજો ક્રુશ્ન અમારો ધણિ ચ્હે. એમ કહિ પ્રભુએ સ્ત્રિ ધર્મ નિ રક્શા કરિ ચ્હે,અને સમાજ મા તેમ્ને ઉચુ સ્થાન અપાવ્યુ ચ્હે. બાકિ વ્યભિચાર કે મજા કરવા માટે આટ્લિ રાનિઓ ન્હોતિ. પરન્તુ આપણો અધકચરો અભ્યાસ અને ટિવિ સિરિયલ નુ ગ્નાન આવા આરોપો સામ્ભળે ચ્હે. ખરિ વાસ્તવિકતા કૈ અલગ ચ્હે.
      ભગવાન પર કોઇ પણ આરોપો કે શન્કા હોય તો એક મૈલ કરજો, જરુર જવાબ આપિશ અને તે પણ બુદ્ધિ ને માન્ય હોય,સત્ય હોય્ અને શાસ્ત્રિય હોય્.
      sohaliyabrijesh@gmail.com

  3. ઉંડા દુખ સાથે કહેવુ જ જોઇશે કે આ કવિતા તો બકવાશ !
    ક્વીનો આભાર કે સુદામાના હાથમા બીયરનો ગ્લાશ આપવાનુ ચૂક્યા.

  4. લેક્સસ ને બદલે ફિયાટ વાળી રચના ‘કવીતા’ મા વાચેલી

  5. કવિતા લખવાનિ રિત જરાક અજુગતિ લાગે છે ઘણાને, પણ જરાક વિશાળ દ્રષ્ટિ થી જોઈએ તો સમાજ ના આજના કહેવાતા સુધરેલા અને પોતાને ભાવિક ગણાવતા લોકો પર સરસ કટાક્ષ છે

  6. kavita vanchi ne ghanu dhookh thayun. Subject Ghano saras Sudama ni adhunik vaibhavta ni kalpana ghani saras pan koi pan vastuno atirek teni maja bagadi nakhe tenu a ek udaharan apyun.trijo antaro na lakhyo hot to ……?

    sahu ne jaishikrishan!

  7. pravinbhai-sudama and krishna have remained with us for centuries but you gave them contemporary setting-
    this song will bew heard again and again
    congrats

  8. બિલ્કુલ બેકાર કવિતા. હવે આવી કવિતાઓ લખવાનુ બન્ધ કરોતો સારુ

  9. Aajkal eva ghana Sudama( read poor friend) jova male chhe jene Krishna ( read rich friend)ni madad swikari hoy ane pachhi dwarka ne dubwa ma anand pan avyo hoy.E vat alag chhe ke tevi vyakti ne Sudama ( character)kahi na shakay.

  10. કૉઈ પણ બાબત પર ચર્ચા થવી ઍ તૉ જાગ્રત સમાજની નીશાની છે.હુન્જ સાચો બીજા બધા ખોટા ઍ ના માનવુ. આ માટે જૈનોનો અનેકાન્તવાદ્ સિધાન્ત જાણવો ઉપયોગી થઈ પડશે.

  11. ગોળ ગોળ ખુરશીમાં ફરતા રહી, ઓલ્યા કૃષ્ણની સમૃદ્ધિ તાગે,
    વૈભવની વચ્ચે છે એવા ચકચૂર એને દ્વારિકા દરિદ્ર સાવ લાગે,
    પોતીકી સાહ્યબી તો દોમ દોમ ફૂટી ને દ્વારિકા તો દરિયે ડૂબેલી,
    સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી..

    – સુદનમનિ સરખામનિમા આજના કહેવાતા “સુદામાઓ” કેવા હાસ્યાસ્પદ લાગે ચે? જાને હિન્દિિ નેમાના વિલન અને જોકરો!
    Today’s sudama suffers from dementia and comes across as a mayopic person as against the
    sudama portrayed by Kavi Premanand in “mitrgoshthi”. Both the poets have brought out clearly that richness lies in “happy, healthy relationships, (here friendship) and not in
    material things. One has done straight, direct portrayal of sudama as he was and the other
    has, by using satire, everything that sudama never was. Read both the poems one after the other and enjoy more. Shivani Shah

  12. નમસ્કાર, આ કૃતિ વાંચીને સાથેસાથે અવનવા પ્રતિસાદ પણ વાંચવા મળ્યા , પણ આજ એકલી કૃતિ શું કામ નિશાન બને કંઈક વાંચીને જ કંઈક લખવાની પ્રેરણા મળે,આપણા ધર્મગ્રંથોમાં પણ વિવાદાસ્પદ ઘણી બાબતો લખાયેલી છે અને તેય શ્રીકૃષ્ણ માટે ખાસ જેથી અન્ય ધર્મોમાં માનનારાઓ મજાક પણ કરતાં કહે છે કે જો તમારા શ્રીકૃષ્ણ 1108 પટરાણીઓ કરી શક્તા હોય તો સામાન્ય વ્ય્ક્તિ બે ચાર કરે તો તેમાં શું થયું? આતો એક દ્રષ્ટાંત છે,આવાંબીજાં અનેક મળી શકે, તેથી ગ્રંથકારો ટીકાપાત્ર બનતા આવ્યા છે. એમાંથે સારું શું લેવું/જોવું કે ગ્રહણ કરવું એ તો મનુષ્ય દરેકની વિવેક્બુદ્ધિ/નીરક્ષીરવૃતિ પર અવલંબે છે. ગમેતેવો કંઈક સારું વધુ લખી શક્યા હોત અને લખી જ શકશે. એવો પોતાનામાં જાગ્રત થશે. we shall overcome.. we shall overcome.. we shall overcome one day ..O! deep in my heart we shall overcome someday….Usha. thanks

  13. This was something totally unique that I have heard. Aadhunik ‘manas’ par no katax is awesome. Fagan ni Koyal!!! In today’s life Sudama has no time for Krishna – whether by phone or devotion. Thanks to Tahuko.com for a wonderful gift – a reminder of a true friendship, between Sudama and Krishna, we all have come to know and love.

  14. સરસ પૌરણિક અને આધુનિક સંગમવાળી રચના અને સંગીત અને ગાયકી પણ ખુબ જ આનદદાયક રહી કવિશ્રી, ગાયકવૃંદને અને સંગીતકારને અભિનદન અને આપનો સરસ વ્યંગ ગીત લઈ આવવા બદલ આભાર…

  15. Poems are to be enjoyed and FELT… it is a gift of God – that comes to us via a POET…

    Let us SIMPLY enjoy what a poet has to express…via a poem or ‘AGEY Poem’ whatever we call it…and not get too much in to serious discussions. The whole charm gets lost if we discuss poem similar to discussions on some POLITICAL point of views.

    I do not think there is anything to be upset about here.

    Tahuko is the best platform to enjoy poetry and music…

  16. જો એ હોય ખરે જ સુદામા તો એક ગાડી શું સમૃદ્ધિ લંકાની સારી ,
    જાય ના મારી એના હૈયાની પ્રીત સાટે ગોવર્ધનધારી,
    કટાક્ષથી ભરેલી નકારાત્મક કવિતાથી ભક્તનો ભાવ જાય ના ભાંગી,
    પરીક્ષાઓ આવી એના મૈત્રીના ભાવને બમણો કરે હાથ જોડી.
    શિવાનિ શાહ્

  17. Dear friends,”AGEY” does not mean “NOT TO BE SUNG”..it is a terminology..for the songs which are for recitation . there are musical recitations also..they are different from “composition” in true sense of the word.”AGEY” is a lit.form only and it has got nothing to do with the merit of the poetry.it was a pure academic point of view.

  18. આ તો સત વિરુધ , અ સત નિ, સહુ મલિ વિચરે, કે ,ગુજ્રર સહિત્ય સહુને ક્ય લૈ ચલ્સે ર,બહુ તો ભલ થા , તૌ કહિ નહિ કર , ને કર તૌ સહુનુ ભલુ થઅવ નિ વિચર ને ભુલિ ચલિ નિકલ્ય ” સુદમ” ને વેચવહ્ વહ ભૈ વહ , હવે તૌ કૌ જ્હગો,

  19. માસ પેલેટેબલ મિથનો વક્રોક્તિ, હળવાશ અને આધુનિક જીવનરીતિના પ્રતીકો લઈ અલગ વ્યુ-પોઈન્ટથી લખાયેલું કાવ્ય. આજનો નવો ગુજરાતી કવિ લપટી પડેલી.. ચોટદાર, સ્યૂડો-પોઝિટિવ, સ્યૂડો-આદ્યાત્મિક કે નર્યા લાગણીવેડા ભરેલી ગઝલ/ગીતમાંથી બહાર નીકળી કશોક નવો પ્રયોગ કરે/ઉદ્યમ કરે તે જ પ્રથમ તો વધાવવો રહ્યો. કાવ્ય અને કમ્પોઝિશની ગુણવત્તા તો પછીનો પ્રશ્ન છે. હા એના વિશે મઝાની ચર્ચા ચાલી – કવિતા જેવી વસ્તુ લોકો વાંચી, ગાઈ અને વિચારતા થાય, અરે એ વિશે કશી પણ ટિપ્પ્ણી કરવા ઉદ્યુક્ત થાય એ આ સાઈટની/કવિતાની સફળતા જ કહેવાય. આ બધાનું ઐતિહાસિક મૂલ્ય હશે.

  20. And one small little addition that AS THIS IS i.e. TAHUKO.COM is ALREADY A HISTORIC SITE so far as Gujarati literature and its reaching to many in almost remote corners are concerned, HISTORY has to “register” everything, the “good”, the “bad” and the “ugly” … let others’ choose what is the good, bad and the ugly. IF SELECTIVE HISTORY is to be written, a State sponsored historian from the time of Hitler would paint him as the Messiah of mankind – so please, do not say in the name of “historical documentation” that such things, which may not be palatable to either a majority or a minority, cannot be and shall not be included. TAHUKO, I like it, rather love it, NOT because it presents what Jayshreeben and/or Amitbhai think is the best, it presents, what is Gujarati and what is happening around. Many might not have agreed and liked Saumya Joshi’s “Bhagwan Mahavir Ane Jetho Bharwad…” – does it mean that it shall be “banned” – I mean, if someone is thinking on that lines, God shall save all of us. Regards.

  21. Dear Tusharbhai…you are one of the most respected human beings in the people I have come across. I was just referring to the movement which turned some of the things into RAP and HIP-HOP sort of compositions. I mean, not that this is the “greatest” composition or “song” – no, it is not. My humble say was to the effect only that one is still free to try and sing the way in which one likes – OTHERS MAY DISLIKE IT, it is the listeners’ choice and freedom – same way as a singer and/or composer would have their own freedom.

    By the way, those, who DO NOT LIKE THIS POEM, their views are similarly respected and though we may not agree, we can always respectfully disagree. The expressions by Bhanu Chhaya-ji and Kishorebhai Madlaniji and similar ones are respected as their expressions of their feelings and at the same time, my comments may please not be taken personal please. I may be belonging to the types of people, may be, who at present, like this sort of creations (THAT too is very subjective and time based – I still sometimes smile that when in 60s and 70s, one would be hurt in love – or whatever one thinks that to be like – one would immediately become a great fan of sad songs sung by Mukesh, K L Saigal (some of them, not a Bangla Baane Nyara etc.) and even Mohd. Rafi … Kishore Kumar would take a back seat. The moment one finds someone new in life, some of the great happy hits of Kishore Kumar and Mohd. Rafi etc. would become favourite. So, life is like that. No offence intended to anyone please.

  22. બિલ્કુલ બેકાર અભિવ્યક્તિ. ક્રુષ્ન સુદામા નિ મજાક કરિ હોઇ તેવુ લાગે છે.

  23. કવિનો કલ્પના વિસ્તાર અસિમિત હોય છે. આ રચનાની આટલી ચર્ચા થઈ એનું કારણ એ છે કે આ પાત્રો ધાર્મિક માન્યતા સાથે સંકળાયેલાં છે.કોઈ પણ રચના ઉત્કૃષ્ટ છે કે નિમ્ન એ દરેક વ્યક્તિની સમજ અને માન્યતાઓ તથા સ્વાદ (taste) ઉપર અવલંબે છે. કવિએ આ પાત્રો સાથે જે કલ્પનો ટાંક્યાં છે એ બધી વસ્તુઓ આ જે વ્યક્તિઓએ વખોડી કાઢી છે એમનામાં પણ કંઇક અંશે તો હશે જ.આમ છતાં કવિએ મર્યાદા તો પૂરેપૂરી જ રાખી છે એ નિર્વિવાદ છે.જો કે કાવ્યતત્ત્વ વિશે વાત કરીએ તો આ કવિતા નિમ્ન પ્રકારની કહી શકાય.આ રચના અગેય આ કારણસર પણ કહી શકાય.જો કે આ ધ્યાન સ્વરનિયોજકે રાખવું પડે કે કોઈ રચના સ્વરાંકિત થાય એનો મતલબ એ કે એ કવિતા વધુ અસરકારક રીતે લોકોના મન પર મુદ્રિત થાય છે. આથી સ્વરનિયોજકે સાવચેતી એ રાખવાની છે કે કાવ્યતત્વ નિમ્ન હોય (આ રચના gross humour હોય એવી લાગી.)એવી રચનાઓ પસંદ ના કરે.કેમકે સાહિત્યજગતમાં બધે જ આની નોંધ લેવાય છે.અને આ પ્રકાશન કરનાર વેબસાઈટના સંચાલકોને પણ કહેવાનું મન થાય કે આ વેબસાઈટ ગુજરાતી સાહિત્યજગતમાં ઐતિહાસિક દસ્તાવેજ થવા જઈ રહી છે માટે વિષયભાન હોવું જરુરી છે.

  24. Dear Himanshubhai, i agree with your idea of attempting…i have got nothing to say against the content of the poem also.My simple point of view is regarding selection of poem/song for musical composition only.I am open to experiments done by our composers..and i respect their freedom.I am sorry if i have hurt any body..i know, modern music can compose even a newspaper.Once again, i have nothing against the content of the song.I hope ihave made myself clear all the best to gujarati light music.

  25. વાહ્ આ સુદમા કતલા ફેન્સિ થ્.
    બઓવ અનાદ અવ્યો

  26. Though there are “non-singable” songs … Aa-Geya Geets, as called by Tusharbhai Shukla (and as said by Chinubhai Modi) … but that does not mean that one cannot even attempt to “compose” and “sing” those ones … the whole musical revolution in European/American music by way of some of the new styles of “singing” came from that only, non-singable songs being converted into some of the most popular ones. I mean, can’t we even look at doing something new!? There is only “Tatvik” difference between people who bring in “religion” in these types of debates and people who believe that certain things “cannot be set to music and cannot be composed and sung” … it may not be one of the greatest composition or one of the greatest “songs”, but at the same time, it still remains a very good poem/expression. It is strange to understand the logic that something which does not fit my own “scales”, has to be “scaled down” – always, without even attempting something different. Keep it up Chandubhai Mattani, who has done some real good work and also Pravinbhai Tank, who has given us such a strong and different point of view.

  27. I would like to point out that “Sudama” and “Krishna” in this song are to be taken as mere metaphors. No disrespect is meant for the originals. It shows how close friendship has taken a beating in today’s materialistic world.

  28. પ્રવીણભાઈ ઘનિ સરસ રચન છે….હા સમજવી થોડી અઘરી છે…પણ સમ્જ્યા પછિ થી ખબર પડે કે આ એક પરફેક્ટ કટાક્ષ છે..
    આજના કહેવતા આધુનીક સુદમાઓ ઊપર….ખરેખર સમજવા જેવી વાત કરી છે…ખુબ સરસ…

  29. પ્રજાનું માનસ જેવું તળીયે જઈ બેઠું છે તેનો ચીતાર ધબક્યો. જાગો તો સવાર નહીંતો નીત અજંપો .

    રમેશ પટેલ(આકાશદીપ)

  30. સુદામાને નવા શબ્દોમાં ગૂંથીને એક નવો અવતાર સર્જ્યો છે. કાવ્ય કોઈક નવીનતા ધારણ કરે ત્યારે શરૂઆતમાં વિરોધ થાય એ દેખીતું છે. પણ વધુ ભાગે આવી વાસ્તવિકતા જોવા મળી છે…(ને કદાચ મળતી પણ રહેશે). પૈસો વૈભાવતા લાવતું પરિબળ છે જેમાં ભલભલા લોકો ચપેટમાં આવતા રહ્યાં છે. પોસિબલ છે કે કવિને જે આંખ મળી એમાં એમને એવું દેખાયું હોય. એની વે! કવિએ આ રીતે શબ્દોને ‘ટાંક’વામાં તમે ‘પ્રવીણ’તા તો બતાવી છે.

  31. આને કાવ્ય કહેવાય? અને તેમાં પણ આ કડીઓઃ

    “સનસેટ જોવાને બેઠા છે સાંજે એ ગાર્ડનનાં ઝૂલે કમ્પાઉન્ડમાં,
    ફૅશનીયા છોકરાને ટોમીને લઈ હવે નીકળે છે રોજ રોજ રાઉન્ડમાં,
    એના ચહેરે ગોગલ્સ, સહેજ દુખતા મસલ્સ, હોઠ વચ્ચે છે સિગરેટ નમેલી”

    આજકાલ આપણા હિન્દુ ધર્મના પાત્રોની ઠેકડી ઉડાડવી તો વાર્તાકારો, સાહિત્યકારો, નાટકકારો, કવિઓને જાણે જોણું થઈ પડ્યું છે! તેઓ તેમના મનમા ફાંકો રાખતા હશે કે જો અમે કેટલા મજબૂત છીએ! “હા, અમે ઈસ્લામ ધર્મની જરાક પણ હાંસી નથી ઉડાડી શકતા કે નથી મજાક કરી શકતા! કારણકે એ માટે અમારામાં જરાક પણ તાકાત નથી(!)” અને કદાચ લખ્યું હોય તો કોઈ પબ્લીશર કે વેબસાઈટ(!) વાળાની તાકાત છે કે એ રજુ કરી શકે?

    સુદામા શું મોઢામાં સિગરેટ રાખીને કુતરાને લઈને ફરવા નીકળે? આને માટે કૃષ્ણએ સુદામાને ધન આપ્યું? સારું છે કે કવિ અહિં જ અટકી ગયા, નહીં તો અણધાર્યું ધન આવતાં તો ઘણા બધા દુષણો આવી જાય અને કવિએ વધારે વર્ણન નથી કર્યું.શું કૃષ્ણ આવા સખાઓ રાખે?

    આવા કાવ્યોનો તો બહિષ્કાર કરવો જોઈએ.

    હું તો આ કાવ્યને એકદમ “વલ્ગર” કહીશ.

    • my dear friend , let us be bit liberal with poets. to live in fantasy is their habit. this is just an example of friendship in modern time and in modern way .

  32. આ વ્યન્ગ કાવ્ય સરસ છે. સુદામા સુદામાપુરી …પોરબંદર મુકીને ક્યાન્ક અમેરિકા ન
    પહોન્ચી ગયા હૉય!

  33. Dear Pravinbhai,

    I burst into laughter on reading the Title. But went back to India by the time I read the work. I think, this can be best appreciated by those who have been in USA, away from India. The one who has a Lexux has to have a condition of life like the one U have described. Once God gives U power to buy a Lexus ( all wordly joys), U fail to find time for Him.

    Very good effort.
    Thanks, Tahuko.com

  34. Brand changes from time to time…from FIAT to LEXUS ! There are songs which are for recitation and not for musical composition..they are called AGEY GEET as per shri Chinu Mody..and composer shall find it out.

  35. ક્યાં સત્યયુગનો ઠાઠ અને જાહોજલાલી અને ક્યાં સુદામાની દરિદ્રતા એ જમાનો એટલે સતયુગ અને ત્યાં પણ જો દારિદ્ર હોય તો પછી એ સતયુગ શાનો કહેવાય? ત્યાં તો યથા રાજા તથા પ્રજા. ગરીબાઈ કે દારિદ્રતાનું નામોનિશાન ના હોઈ શકે, નહીં તો સતયુગ અને કળીયુગ વચ્ચેનો ફેર શો? હા,મોર્ડન વિચારધારામાં ઉપર દર્શાવેલ બધું જ શક્ય હોઈ શકે? તો સુદામા અને કૃષ્ણુનું રૂપ પણ આધુનિક કેમ ન હોઈ શકે? એક વાચક તરીકે જે ના જચે તે કહેવાનો અધિકાર તો ખરોને? તુંડે તુંડે મતિર્ભિન્ના:| ઓમ શાંતિ:શાંતિ:શાંતિ:|

  36. Waah Pravinbhai, Yeh Baat … Aadhunik Sudamas Par No Adhbhut Kataksh … Khoobaj Gamyo. I sometimes do not understand why some of the good-hearted persons do not firstly understand the “haard” of the Poetry/Expressions and take it as a “take” on original Sudama…it has NOTHING to do with the original story – the original story is merely an inspiration for the poet Kishorbhai Madlanisaheb, please do not make it something personal. I was born in Mahuva, Bhavnagar District – I have loved the story and the original poem “Taane Sambhre Re…Maane Kem Visre Re…” – though I am not from Porbandar, it does not mean we cannot identify with Sudama and cannot understand Krishna from Sudama’s eyes (as a dear friend – Bhakti No E Paan Ek Prakar Chhe) … but please spare others from making shallow and narrow interpretations. Shall be obliged and thankful – Modern Kaliyug Na Sudama To Kavi Kahe Chhe Evaj Jova Maale Chhe…Carry on Pravinbhai, Khassi Taqat Chhe Aapni Kalam Ma.

  37. સુદમાના પ્રતિભાવો દ્દ્વારા આપ્ના જ મન ના ભાવ સુન્દર શબ્દો અને સુન્દર સન્ગિત મા રજુ કર્વા માતે ધન્યવાદ માનસ ભ્ગ્વાન ને પન બાકિ રાખતો નથિ . સુન્દર કતાક્શ

  38. અફ્લાતૂન અભિવ્યક્તિ. મારી જાત હવે મને લેક્સસવાળા સુદામા જેવી લાગે છે કારણ જ્યારે “મારી કારમાં” નાથદ્વારા (શ્રી નાથજી) જાઉં છું ત્યારે સરખામણીમાં કૃષ્ણની સમૃદ્ધિ મને દરિદ્ર લાગે છે. કોને ખબર કૃષ્ણને શું લાગે છે?

  39. ખબર નહિ પણ સુદામાપુરી …પોરબંદરના રહેવાસી તરીકે ‘સુદામા’ની હૈયાની આવી વાત સહન ના થઇ ..સુદામાનું અકિંચન વ્રત ..કૃષ્ણ-સુદામા એ મૈત્રીનું દ્રષ્ટાંત ..દ્વાર્કાપુરીનું ડૂબવું અને સુદામાનું રાજી થવું ..बात कुछ हजम न हुवी ..

  40. Shree Pravinbhai,
    aap ni sarjanshilta per vari vari jaway chhe. Aa aapnu kubaj prakhyat sarjan banshe. Jene sabhaltaj aap ni yaad amara man ma taji rehshe.

Leave a Reply to Sanjit Vyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *