એ રાત નથી, એ ચાંદ નથી – હરીન્દ્ર દવે

409292166_4ac0c01bc5_m.jpg

આજ તો તમારી યાદ નથી કોઇની ફરિયાદ નથી
એ રાત નથી, એ ચાંદ નથી, એ આપસનો વિખવાદ નથી

ભુલાઇ ગઇ છે એ દુનિયા, ના સ્વપ્ન મહીં આવે સ્મરણો
એ રૂપને દેખી જાગેલો ઉરસાગરમાં ઉન્માદ નથી

કોઇની કહાની સાંભળતા કોઇના નયન ચાલ્યાં નીતરી
ને કોઇને બે પળ બાદ પૂછ્યું: કીધું કે ‘કહાની યાદ નથી’

દુનિયાની સહે ઝૂઝે તેને હું એ જ કહું છું આખરમાં
કે પાંખ પછાડી પિંજરમાં પંખી થાતું આઝાદ નથી

ભાવિની મુલાયમ ઘડીઓ પર મારી ન કદી મંડાય નજર
એને શી તમા એ મૃગજળની જેને મંજિલનો નાદ નથી ?

3 replies on “એ રાત નથી, એ ચાંદ નથી – હરીન્દ્ર દવે”

  1. દુનિયાની આ રીત છે. કોઈના નયન નીતરે ને કોઈને કહાની યાદ નથી.
    સુંદર રચના.

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *