તે ગૌણ બાબત છે – ભરત વિંઝુડા

સતત ઘડિયાળના કાંટા ફર્યા તે ગૌણ બાબત છે
પળોના મુડદાં ટપટપ ખર્યા તે ગૌણ બાબત છે

છે બાબત બંધ મુઠ્ઠીથી ટપકતાં ઝાંઝવાઓની
હથેળીમાં કંઈ રણ વિસ્તર્યા તે ગૌણ બાબત છે

ઝીલી લે છે કે નહીં વાતાવરણ પડઘા અવાજોના
ખીણો કંપી, પહાડો થરથર્યા તે ગૌણ બાબત છે

તમે ક્યા કારણોસર સાંભર્યા તે મુખ્ય બાબત છે
અચાનક-અણઅચાનક સાંભર્યા તે ગૌણ બાબત છે

ખરેખર મોરમાં આશ્ચર્ય જેવું હોય તો -ટહુકો,
ને એના કેટલાં પીછાં ખર્યાં તે ગૌણ બાબત છે.

– ભરત વિંઝુડા

11 replies on “તે ગૌણ બાબત છે – ભરત વિંઝુડા”

 1. dipti says:

  તમે ક્યા કારણોસર સાંભર્યા તે મુખ્ય બાબત છે
  અચાનક-અણઅચાનક સાંભર્યા તે ગૌણ બાબત છે…

  સ-રસ રચના..

 2. જયેન્દ્ર ઠાકર says:

  સુન્દર!

  કેટલી વેબ સઈટ ફ્રરીયા તે ગૌણ બાબત છે,
  તમને ક્યા કારણોસર સાંભર્યા તે મુખ્ય બાબત છે.

 3. Deepak says:

  સુન્દેર રચના બહુ ગમેી

 4. કવિશ્રી ભરત વિંઝુડાની સશક્ત કલમની માવજતે રદિફને સુંદરરીતે ઓગાળ્યો છે ગઝલમાં.
  -સરસ ગઝલ.

 5. M.D.Gandhi, U.S.A. says:

  સરસ ગઝલ છે.

 6. Mehmood says:

  તમે ક્યા કારણોસર સાંભર્યા તે મુખ્ય બાબત છે
  અચાનક-અણઅચાનક સાંભર્યા તે ગૌણ બાબત છે

  એકાંતની અટારીએ, બચપણની સોગાદમાં, ખોલી આજે યાદોની પટારી ને તમે યાદ આવ્યા…

 7. Sudhir Patel says:

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 8. P Shah says:

  રદીફ પોતે ‘ગૌણ બાબત છે’ પરંતું કવિએ તેને ખૂબ વિશદ રીતે નિભાવ્યો છે.

  સુંદર રચના !

 9. Maheshchandra Naik says:

  સમાજજીવનની ગૌણ બાબત અને મુખ્ય બાબતની સરસ રજુઆત ગઝલ દ્વારા કરી છે, કવિશ્રીને અભિનદન……

 10. વેબ પર ટહુકો એ પણ નવાઈ જ

 11. sona says:

  tame kya karansar saambharya te mukhya babat che
  achanak-anachanak saambharya te gaun babat che…………
  wah bharatji bahut khub aur umda gazal wah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *