હાથ મેળવીએ – નિરંજન ભગત

લાવો તમારો હાથ, મેળવીએ
( કહું છું હાથ લંબાવી ) !
કહો શું મેળવી લેવું હશે મારે ? તમારા હાથમાં તો કેટલુંયે -
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે…
શું શું નથી હોતું તમારા હાથમાં ?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ…
ખાલી તમારો હાથ ?
ના, ના, આપણા આ બેય ખાલી હાથમાંયે કેટલું છે !
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો -
અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ,
અને બિનઆવડત સારું-નઠારું કેટલુંયે કામ કરતા
આપણા આ હાથ કેળવીએ !
અજાણ્યા છો ? ભલે !
તોયે જુઓ, આ હાથ લંબાવી કહું -
લાવો, તમારો હાથ, મેળવીએ !

-નિરંજન ભગત

4 thoughts on “હાથ મેળવીએ – નિરંજન ભગત

 1. Mukesh Parikh

  આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો -
  અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ,
  અને બિનઆવડત સારું-નઠારું કેટલુંયે કામ કરતા
  આપણા આ હાથ કેળવીએ !

  સુંદર અભિવ્યક્તિ….

  ‘મુકેશ’

  Reply
 2. Pragnesh Gyani

  ખુબ સરસ! આ લગભગ ૩૫ વરસ પહેલા ‘કવિતા’મા વાચી’તી. જૂની યાદ તાજી કરાવી. આભાર!

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>