ભેંકાર – ચિનુ મોદી ‘ઈર્શાદ’

આજે ફરી એકવાર કવિ/ગઝલકાર શ્રી ચિનુ મોદીને ‘વલી ગુજરાતી ગઝલ એવોર્ડ’ નિમિત્તે અભિનંદન પાઠવી એમનું આ ગીત માણીએ.. !

પાળિયાની જેમ મારી એકલતા ઓરડે ને પાધરની જેમ તમે ચૂપ
વીતેલી વેળમાં હું જાઉં છુ સ્હેજ ત્યાં તો આંખો બે આંસુ સ્વરૂપ
શમણાં તો પંખીની જાત મારા વ્હાલમા
કે ઠાલાં પાણીનો કોઇ કૂપ ? – પાળિયાની…

આંગણામાં પગલાઓ અંકાય લાખ છતાં ઘરમાં તો ભમતો ભેંકાર
પીપળાના પાંદડાઓ ખરતાં થયાં ને છતાં ડાળીને લાગ્યા કરે ભાર
પડઘાના પ્હાડ મને ઘેરીને બોલતા
કે વરણાની ઓથ લઇ છૂપ ? – પાળિયાની…

ચલ્લી થઇને એક તરણું હું લાવતી ને ગોઠવું છું નાનકડી નીડ
ભ્રમણાની ભાંત ચણી ક્યાં લગરે બેસવું, માણસ હોવાની મને ચીડ
આપણે અજાણી એક લાગણી ને લાગણીના
ચોર્યાસી લાખ થયા સ્તૂપ – પાળિયાની…

7 replies on “ભેંકાર – ચિનુ મોદી ‘ઈર્શાદ’”

 1. […] આ સાથે જ આજે  એમની બીજી રચનાઓ પણ  માણો… એક બીજી ગઝલ લયસ્તરો પર અને એક ગીત ટહુકો પર. […]

 2. P Shah says:

  સુંદર રચના !

 3. ચિનુ મોદી ને શત શત સલામ…….

 4. Anila Amin says:

  આપને ખૂબ ખૂબ અભિનન્દન
  આમેરિકામા વસતા ગુજરાતીઓને આપના આ કાવ્યની અસર ખૂબ થય કારણકે અહિયા

  બધુ હોવા છતાય એકલતા-ભેકાર સતત હ્રદયને કોરી ખાય છે. વતનની સુગન્ધ અહી

  નથી. આપના કાવ્યો માટે તો કહેવુજ શુ પડે.

 5. Maheshchandra Naik says:

  સરસ શબ્દોમા એકલતાને વ્યક્ત કરી દીધી, વલિ અવોર્ડ માટે અને જન્મ દિવસના કવિશ્રીને અભિનદન અને શુભ કામનાઓ………..

 6. Kumud says:

  I really enjoyed your kavya rachna. I can feel it’s coming from your heart.

 7. shershiya shailesh virjibhai says:

  સરસ શબ્દોમા એકલતાને વ્યક્ત કરી દીધી, વલિ અવોર્ડ માટે અને જન્મ દિવસના કવિશ્રીને અભિનદન અને શુભ કામનાઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *