મને દરિયો દેખાય તારી આંખમાં – પ્રફુલા વોરા

આ ગીત મારા માટે ખૂબ જ Special છે. શબ્દો.. ગાયકી.. સંગીત… અને સાથે દરિયો એટલો વ્હાલો છે કે આ ગીત પણ વ્હાલું થઇ ગયું.

અને બીજી એક વાત, આ ગીત હું છેલ્લા ૧૦ વર્ષથી શોધતી હતી. ‘તારી આંખનો અફીણી – ગુજરાતી Remix’ એવા આલ્બમમાં આ ગીત સાંભળ્યું હતું, ત્યારથી હ્ર્દયે વસી ગયેલું. પણ એ કેસેટ તુટી ગયા પછી એની બીજી કોપી મને આટલા વર્ષો સુધી ના મળી. તો યે એનું ખાલી કવર સાચવી રાખ્યું હતું, જે મને હમણા ઘરે ગઇ હતી ત્યારે અચાનક મળ્યું.. અને એના પર સંગીતકાર – ગાયકોના જે નામ હતા, એમાંથી એક જાણીતું નામ – ગાર્ગી વોરા. એટલે સૌથી પહેલા તો અચલભાઇ પાસેથી એમનો નંબર મેળવ્યો, અને ગાર્ગીબેન પાસેથી સંગીતકાર – ડો. ભરતભાઇ પટેલનો.

એમને રાજકોટ ફોન કરીને કહ્યું કે હું વાપીથી બોલું છું, અને તમારું એક ગીત ૧૦ વર્ષથી શોધું છું, તો એમણે મારું સરનામું લઇને તરત જ મને એમના બધા જ ગીતોની CD મોકલી આપી.

જ્યારે CD મને મળી અને આ ગીત સાંભળ્યું, ત્યારે શું ખુશી થઇ… એના પર તો કદાચ એકાદ કવિતા જ લખી શકાય..!! 🙂

સંગીત – ડો. ભરત પટેલ
સ્વર – પ્રીતિ ગજ્જર

462492485_ea413e6d51

.

દરિયાને જોઇ હું તો દરિયો થઇ જાઉં
મને દરિયો દેખાય તારી આંખમાં
દરિયાનો દેશ પછી દરિયાનો વેશ પછી
દરિયો રેલાય મારી આંખમાં

દરિયાને જોઇ…

છીપલામાં સદીઓથી કેદ થઇ સૂતેલા
દરિયાને સપનું એક આવ્યું
બાઝેલી લાગણીની પીળી ખારાશ લઇ
માછલીને મીઠું જળ પાયું

માછલીની વાત હોય સાચી સાચી
ને એક સપનું ઘેરાય તારી આંખમાં

દરિયાને જોઇ…

ઓળઘોળ મોજાં ને ઓળઘોળ ફીણ પછી
ઓળઘોળ અંકાતી રેતી
ઝુકેલી ડાળખીને સાન-ભાન-માન નહીં
દરિયામાં વાત થઇ વ્હેતી

વ્હેતી એ વાત બની વાંસળીના સૂર
મોરપિઁછુ લહેરાય તારી આંખમાં

દરિયાને જોઇ હું તો…

21 replies on “મને દરિયો દેખાય તારી આંખમાં – પ્રફુલા વોરા”

  1. i liked your song very much if in rajkot where can i get ??

    or please send me any download link so i can download it

  2. Ben, have aa badha git,gazal mobile thi net surf karta hoy te sambhli sake tevu kaik karo. I can just read it not able to listen it through mobile net. And due to traveling job. Cant able to listen most of your post. Do something that like you tube we can listen it in mobile.

  3. જયશ્રીબેન,
    ખુબ ખુબ આભાર. તમારી જેમ જ હુ પન આ ગીત શોધતી હતી. આ ગીત મારા સંગીત ક્લસ મા એક વખત સામ્ભદ્યુ હતુ.ત્યર થી હુ શોધુ છુ.
    એક વખત તમે શ્રી અમીતાભ બચ્ચને ગાયેલુ ગીત “જિધર દેખ તેરી તસ્વીર નઝર આતી હે” મુક્યુ હતુ. એ ગીત ફરીથી મુકિ શકશો?

    again thank you.
    સ્વાતિ

  4. મજા આવી ગઈ… તમે તો મને ગુજરાત મા લાવીને મુકી દીધી… એક ફરમાઈશ એ કે હુ પ્રાપ્તિ મેહતા ની બહુ મોટી પ્રશસક હોવાથી જો તમે એમના સ્વર મા કોઈ ગરબા મુકી શકો તો બહુ આનદ થશે. આભાર…..

  5. આ સિડી મને કઇ રિતે મળી શકે.ખૂબજ શરશ how can I get CD I will pay whatever it cost please let me know
    Thanks

  6. Thank you Jayshree you made my day by giving me link to my favourite Ghazals.I do write Ghazals but I have not publish any book till date.Can I put my Ghazal on this site?

  7. હુ કેટલા વરસોથી એક ગઝલ શોધુછુ કોઇ પાસે હોઇ તો મુકોઃ શબ્દો છે…….માણસ ઉર્ફે દરિયો ઉર્ફે ડુબિ જવાની ઘટના ઉર્ફે….

    ડો.હિતેશ ભટ્ટ્

    Jayshree : https://tahuko.com/?p=450

  8. ખૂબજ સુન્દર રચના. દરિયો, આન્ખ,ખારાશ,ફિણ અને વાન્સળી કેટલા સરસ પ્રતિકો…..કેટલા સમયે આવુ સરસ કાવ્ય વાન્ચવામળયુ.

  9. listen this music while seeing Christ the Redeemer at from one window and Atlantic ocean from another window of our bedroom – 3 Cheers

  10. I read “tari aakhn no afini, bal no bandhni,”-Dilipbhai Dholkiya. after so many time I hearing this song , I impress gujrati singer…&…I like all gujarati songs . Jayshreeben ..you have good job for new generation..Thanks for good work…

  11. તિથલનો દરિયો તને યાદ ના આવ્યો હોય એવું બની જ ના શકે.

  12. છીપલામાં સદીઓથી કેદ થઇ સૂતેલા
    દરિયાને સપનું એક આવ્યું

    Simply fantastic nd superb expressions !!

  13. જયશ્રી,

    આમ દરિયાનું ગીત મૂકી,
    બહુ યાદ ના કરાવ દરિયાને-

    મારો પણ પહેલી નજરનો પહેલો પ્રેમ દરિયો
    અને અમદાવાદમાં તો મળે નહિ તો વિરહયોગ આવી જાય !!

    nice sung, nice composition,

    no words for words……….!!

  14. વ્હેતી એ વાત બની વાંસળીના સૂર
    મોરપિઁછુ લહેરાય તારી આંખમાં

    બહુ જ સરસ રચના છે. પ્રિતીના સ્વર માં સાંભળવાની મજા આવી ગઈ.સંગીત ઠીક છે.
    – કેતન

  15. વાપીમાં જ હોત તો ફોન કરીને પૂછતે કે CD ના કવર ઉપર આ ગીત નાં કવિનું નામ લખ્યુ છે? આટલા મધુર ગીતના લેખક કોણ હશે?

  16. First of all who wrote the song?I do like the song but there are cirtain issues that arise and are common to most of the compositions of sugam saneet to-day.This song is 6.10 minuts long.Prelude is 38seconds,next interlude is also the same,the last one is even longer.The composition does not reflect passion of sea.Listen to Koli geets of Mangeshkars.This more akin to a lake.There should be matching fury and speed.I do say I like it

Leave a Reply to કેતન શાહ Cancel reply

Your email address will not be published. Required fields are marked *