નાની મારી આંખ એ જોતી કાંક કાંક…

નાનપણમાં કદાચ આપણામાંથી મોટાભાગના લોકોએ ખૂબ જ લલકાર્યું હશે એવું આ મઝાનું ગીત.. આજની જેક એન્ડ જીલને ઓળખતી પેઢી – આપણને મળેલા આ ખજાનાથી દૂર ન થઇ જાય એ જવાબદારી પણ હવે આપણા પર જ ને.. !

કવિ – ?
સ્વરકાર – ?
સ્વર – મેઘધનુષ આલ્બમના બાળ કલાકારો
આલ્બમ – મેઘધનુષ

(નાનું મોઢું મારું એ બોલે સારું સારું… – ક્રિશ મહેતા)

નાની મારી આંખ એ જોતી કાંક કાંક
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાનું મોઢું મારું એ બોલે સારું સારું
એ તો કેવી અજબ જેવી વાત છે…

આંગળી મારી લપટી એથી વગાડું ચપટી
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાના મારા હાથ એ તાળી પાડે સાથ
એ તો કેવી અજબ જેવી વાત છે…

પગ મારા નાના એ ચાલે છાનામાના
એ તો કેવી અજબ જેવી વાત છે…

એ તો કેવી અજબ જેવી વાત છે…
એ તો કેવી અજબ જેવી વાત છે…

45 replies on “નાની મારી આંખ એ જોતી કાંક કાંક…”

  1. નમસ્કાર ! અફસોસ કે રચનાર મહાપુરુષ શ્રીમદ્દ ઉપેંદ્રાચાર્યજીએ આપણી ગુજરાતી માતૃભાષામા સુંદર રસયુક્ત ૨૦૦૦ ઉપર કાવ્યો ગદ્ય અને પદ્યથી રંગ્યાં છે તેઓને યાદ કરાતાં નથી..સમય મળતાં અહી મુકીશ જેથી આપ રસપૂર્ણ થાઓ! જય જય ! આપ કાવ્યો તથા લેખોમાં રસ ધરાવતાં હોવ તો મારો સંપર્ક નંબર મૂકું છું..જેથી Whatsapp માધ્યમ દ્વારા આપ શ્રીમદ્દ ઉપેંદ્રાચાર્યજીના મહાન કાવ્યો તથા લેખોનું રસપાન કરી શકો !
    ઉદાહરણ તરીકે….
    હું છું નિત્ય નિરંજન હું છું સ્વતંત્ર સ્વાત્માનંદન
    હુંમય સઘળું સર્જન અને હુંમય સઘળું વિસર્જન હું છુંo… જય જય !
    સંપર્ક: ૯૪૨૮૦૨૮૩૪૬

  2. નમસ્તે, ખુબ ખુબ સરસ કાર્ય…… એક આજીજી છે, please provide download link… so that I can use all this poems and music for my student in school…. please please… It’s my kind request…

  3. બાળક હતા ત્યારે બધું અજબ જેવું લાગતું… બધી બાબતો માં કૃતજ્ઞતા નો ભાવ આવતો… હવે તો એમ થાય છે કે વધારે પડતી સમજણ ના આવી હોત તો સારું હતું

  4. જયશ્રીજી,
    આ સુંદર બાલગીત નુ મે video રુપાન્તરણ કરીને Youtube પર upload કરેલુ છે, જે tahuko.com ના પ્રશન્શક ભાઈ બહેનો ને ગમશે.
    LINK: http://youtu.be/Lx04-tUtiGU
    આભાર
    હેમંત પઢીઆર

  5. વાહ ગુજરાતેી બાલગેીત જે ગાતા સિખવાનુ પહેલુ પગથેીયુ હતુ અજે ૩૦ વરસ પચ્હેી વચેીને ખુબ ખુબ આન્ઁદ થયો

  6. Excellent!!!!!!!!!! it reminds me my school days…….i had it in our syllabus..
    friends please tell me if you have any other such gujarati poems..also i am searching one poem which was there in our syllabus but i dont remember the poet’s name. the poem was something like “Tara tara tara jevi..ankh de..koyaldi tu tara jevo mujne meetho kanth de”
    a very nice poem…
    if anybody get this poem pls inform me on my email id um_mistry@yahoo.co.in

  7. I recall my 1st standard in which we had this poem & our teacher taught us with action. I loved this songs. Nowadays everybody studying in English medium I am sure they will not enjoy the life which we enjoyed in childhood.

    Thanks Jayshreeben

    Jay Shri Krishna

  8. Sorry, Jashreeben,
    I did not knoe Jaimin has wrot down everything. I belong to the same tample. I should have read all the comment before.
    Dipika

  9. જયશ્રિ બેન
    નાનેી મારેી આન્ખ ના કવિ ઃ શ્રેી ઉપેન્દ્રાચાર્ય જેી .
    છે.
    Dipika

  10. જયશ્રી દીદી
    ભુલ થી મેં મારી ફરમાઈશ ના શબ્દો ખોટા લખ્યા હતા………
    “આ વાત કદી ન ભુલાય”
    આ ગીત હુ બહુ જ ગાતી.

    મને એ ના શબ્દો આપશો ………………?

    PLEASE……………………………………………………..

  11. પહેલા ધોરણ માં ભણતા ત્યારે આ કાવ્ય આવતુ જેમાં ભગવાને આપેલી અતી અદ્બભુત અજાયબીઓ ની કવિતા દ્બારા બાળકો ને સમજ મળતી. જ્યારે આજની અંગ્રેજી માધ્યમ માં ભણતી નવી પેઢી જીવન જીવવાની સંવેદન શીલતા ભરેલો વારસો ગુમાવી બેસીછે ત્યારે આપનૉ આ પ્રયાસ ખુબજ પ્રશંસનીય છે.

    જયશ્રી દીદી
    બહુ જ સરસ કાવ્ય યાદ અપાવવા બદલ આભાર.

    બાળપણ યાદ કરાવી દીધુ.

    સંજય પંચાલ, અમદાવાદ.

  12. Nostalgic…just time-traveled my 1st grade. I remember, I was always mixing up ‘Ajab’ with ‘Abaj’ in this song. Very valuable resources in this web site.

  13. Very informative news by Shree Jaimini Shah pl keep it up we like to read with great pleasure Thank you Jay Shree Krishna RANJIT VED..

  14. “Kaan maara naana e sambhale chhaana maana…..” or “kaan maaraa naana e saambhale geet mazaana….” I am sure of this presumed correction no doubt about this JSK Ranjit ved

  15. જયશ્રી દીદી
    બહુ જ સરસ ગીત બાળપણ યાદ કરાવી દીધુ.

    મારી એક ફરમાઈશ છે..
    એક ગીત
    “આ વાત કોઇ ને નો કેવાય ”

    એ ગીત સાંભળવુ હતુ…….

    Thanks very much…………..

  16. This Balgeet has been written by Shrimad Upendracharya. I am a deciple of his Ashram at Baroda, Gujarat. He died in the year 1936. The Ashram “Vishvavandhya Udyan” is at Baroda. He is popularly knaown as Bhagvanshree. He has written many books in prose as well as poems. His father Shrimad Narsinhacharya populary known as Bapjishree, Shri. Chotalal Jivanlal Master populary known as Vishwavandhya (deciple of Bapjishree), His wife, Smt. Jayantidevi and Smt. Motiben have written many prose and poems. Shri Bhagvanshree has built an three dimensnal open air theatre, which is still there and plays (samvado) are still performed. At the ashram, there is a Maun Mandir, the same can be utised by any one subject to availabity. At the Ashram the books written by the aforesaid vibhuties are available. The Ashram’s telephone nos are 0265 2460404 / 2465398. The Ashram’s office timings are 9 a.m. -12 noon and 4 – 7p.m.
    Regards,

    Jaimini Shah

    • આ મહિતિ બદલ ખુબ ખુબ આભાર્ . હુ ચ્હોતાલાલ જિવનલાલ ના લેખો શોધેી રહેી ચ્હુ.

  17. અતિ સુન્દર. નાના બાળકને એક્ટીઁગ સહીત ગાતા જોઈને મન ભરાઈ જાય એવુઁ સુન્દર ગીત. આભાર.
    કલ્પના

  18. FOR SEVERAL YEARS IN THE RECENT PAST, I WAS LOOKING FOR THE COMPLETE LISTING OF THE SONG THAT I WAS TAUGHT IN THE KINDERGARTEN CLASS IN 1938 IN BARODA. I ASKED TO MY FRIEND FROM THAT CLASS BUT HE COULD NOT RECALL. ALL I COULD REMEMBER WAS AANGALI MARI CHAPTI AND PAG MARA NANA VERSES. BUT TODAY YOU CAME TO MY HELP. THANK YOU FOR REFRESHING OUR MEMORY.

    THANK YOU.

  19. excellent. heard this after long time. v r staying in nagpur and my 2 yrs old son arya is learning marathi and english songs. he also knows ‘Halarda’ couretsy his mother :). but these songs he doesn’t know. i will make sure that he listens to these wonderful ‘gujarati balgeeto’. No more words jayshree ben to thank you. (I tried to write in gujarati but found it difficult.).

  20. નાનપણની મીઠી વાત કરાવી દઈ મને યાદ
    ખરા સમયે કરેલી આપે આ રજૂઆત છે!!

  21. એ તો કેવી અજબ જેવી વાત છે…..ઇશ્વરની સર્વશ્રેસ્થ રચના માનવ નુ સહજ વિવરણ બાળપણમા નિશાળમાઁ ભણેલ અને આજે પણ એ વણ ઉકેલ્યો કોયડો આપણને નતમસ્તક કરી મુકે ઍવુ કાવ્ય….આભાર

  22. ખુબ જ મજા આવેી વાચવાનેી..જાને હુ જાતે નાનેી થૈ ગઈ હોય એમ લાગ્યુ..આમ જ
    બાલપન નેી યાદ અપાવતા રેહ્જો..

  23. શ્રી જયશ્રીજી……..ખુબજ ધન્યવાદ …..આવુ સરસ બાળ ગીત મુકવા બદલ…….. દુનિયા મા માનવ શરીર અને અન્ય પ્રાણી માત્ર મા ભગવાને આપેલી અજાયબીઓ નુ બાળકો દ્વારા થયેલૂ ગાન અતી અદ્બભુત છે. જ્યારે આજની નવી પેઢી જીવન જીવવાની સવેદન શીલતા ગુમાવી બેસવાની અણી ઉપર છે ત્યારે આપનૉ આ નમ્ર પ્રયાશ ખુબજ સરાહનીય છે.

    ભરત ગઢવી – બોત્સવાના (આફ્રિકા)

  24. પહેલા ધોરણ માં ભણતા ત્યારે આ જ એ કાવ્ય હતુ જેનાં થી ગ્યાન અને ગીત સાથે મળવાની શરુઆત થઇ. ડીજીટલ દુનીયા માં તેને જીવંત રખવા બદલ આપનો ભાવભીનો આભાર્… મેહુલ

  25. બહુ સરસ્.મજા પદિ ગઈ. જયશ્રિ બેન નો આભાર્………….

  26. બહુ જ સરસ. બચ્પન યાદ આવિ ગયુ.જયશ્રિબેન ને ખુબજ આભાર્……

  27. જયશ્રિબેન આવા સુન્દર ગિતો રજુ કર્વા માતે દિલ્થિ ધન્યવાદ જય હો જયશ્રિબેન નોજય હો

  28. બહુ મઝા આવી ગઈ..સ્કૂલ માં આ કવિતા ભણ્યા હતા. આજે ફરી એકવાર એ દિવસો અને એ ટીચર યાદ આવી ગયા.
    જયશ્રીબેન ખૂબ જ આભાર્…..

    ‘મુકેશ’

  29. અમારા જમાનામાં તો આ ગીત યાદ નથી આવતું પણ અત્યારે, પૌત્રો-પૌત્રીઓ સાથે જ્યારે કારમાં જતાં હોઈએ ત્યારે અચુક આ તથા મેઘધનુષના બીજા ગીતો સમજોને કે “ફરજિયાત” વગાડવા પડતા અને તોજ તેઓ મુસાફરીમાં શાંત રહેતાં. બહુ સરસ ગીત છે.

  30. To, CJSheth..

    આપનો ખૂબ ખૂબ આભાર.  શબ્દો સુધારી લીધા છે.

    • જિ નમસ્કર્,

      આપને જનાવવાનુ કે, આ કવિતા રચનાર —શ્રિ ઉપેન્દ્રાચાર્યજિ

  31. નાની મારી આંખ એ જોતી કાંખ કાંખ

    આં લિટીમાં ‘કાંખ’ શબ્દ ખોટો વપરાયો હોય તેવું લાગે છે.
    ‘કાંખ’ નો અર્થ કેડ થાય તેથી તે શબ્દ પ્રયોગ યોગ્ય લાગતો નથી.
    શબ્દ ‘કાંક’ (કઇક) હોવો જોઇએ. ગીત સાંભળતા ‘કાંક’ ચોખ્ખુ સંભળાય છે.
    આ લખવાનું કારણ ફક્ત ૧૦૦% સાચું લખવું એવા આગ્રહને વશ.
    અપબ્રંશ થતા થતા ૨૦-૨૫ વર્ષ બાદ આ કાવ્યનું શું રૂપ હશે તેના વિચાર માત્રથી આ લખવા પ્રેરાયો છું.

  32. ખરેખર બાળપણ યાદ આવી જ ગયુઁ !
    નિશાળમાઁ ભણેલા તે તાજુઁ થયુઁ….!
    આ દેશે અપનાવવા જેવી રીત છે ..!

Leave a Reply to Govind Maru Cancel reply

Your email address will not be published. Required fields are marked *