…શબ્દો કબીર-વડની માફક – મનોજ ખંડેરિયા

(કબીર-વડ….  Photo : JDRoche.Com)

ઘરમાં ઊભા જડની માફક
દર્પણની એક તડની માફક

ડાળ બટકતી જોયા કરીએ
સમય ઊભો છે થડની માફક

હું જ મને અથડાતો રહેતો
ઘરમાં છું સાંકડની માફક

આડેધડ ઊગી નીકળ્યા છે
સ્મરણો તારાં ખડની માફક

મારી ધરતી પર ફેલાયા
શબ્દો કબીર-વડની માફક

– મનોજ ખંડેરિયા

9 replies on “…શબ્દો કબીર-વડની માફક – મનોજ ખંડેરિયા”

  1. અત્યંત ખુબસુરત રચના.
    આ પંક્તિઓ ઉપર વારી જવાયું.

    હું જ મને અથડાતો રહેતો
    ઘરમાં છું સાંકડની માફક

    મારી ધરતી પર ફેલાયા
    શબ્દો કબીર-વડની માફક

    આફ્રિન! ! !

  2. “કોઇ સ્મરણો જીવવાના બળ જેવાં હોય છે.”

    સમયના પોલાણમાં જે જોરથી ધરબી દીધી તી,

    એ હ્ર્દયની કોઇ આળી પળ જેવાં હોય છે.

    સ્મરણો તો આછરેલાં જ્ળ જેવાં હોય છે,

    ને જાત ની સાથે કરેલાં છળ જેવાં હોય છે.

  3. વાહ !!

    આડેધડ ઊગી નીકળ્યા છે
    સ્મરણો તારાં ખડની માફક

  4. એક બાન્ધેલી લાગણી થી બન્ધાએલી સુન્દર રચના…

  5. હું જ મને અથડાતો રહેતો
    ઘરમાં છું સાંકડની માફક

    ખુબ સરસ..

  6. આડેધડ ઊગી નીકળ્યા છે
    સ્મરણો તારાં ખડની માફક..

    nice one…

  7. awesome :
    આડેધટ ઊગી નીકળ્યા છે
    સ્મરણો તારાં ખડની માફક

Leave a Reply to Jitendra Rathod Cancel reply

Your email address will not be published. Required fields are marked *