સ્નેપશોટ – પન્ના નાયક

199060168_ecb20ecfb9.jpg

આજે ખુશ છું
કેમ, એ તો નથી સમજાતું.

આ ખુશીનો
સ્નેપશોટ લઈ
મઢાવી
સૂવાના ઓરડામાં ટાંગી શકાય તો?

* * *

કવયિત્રીનું આ પ્રથમ કાવ્ય છે… જેનાં વિશે એમનાં જ શબ્દોમાં:

“ક્ષણનાં આનંદને શાશ્વતીમાં મઢી લેવાની એમાં વાત છે. એની પહેલી જ પંક્તિ ખૂબ સૂચક છે. આજે ખુશ છું. એનો અર્થ એવો કે ગઈ કાલે નહોતી. આ ખુશી કદાચ મને પહેલી વાર શબ્દ ફૂટ્યો હોય એની પણ હોય. પણ કાવ્યમાં સ્નેપશોટ લઈને સૂવાના ઓરડામાં ટાંગવાની જે વાત આવે છે એમાં કદાચ મારા જીવનની કોઈ વ્યથા પણ ડોકાઈ હોય તો હોય. આમ અકસ્માતે જ છ પંક્તિનું કાવ્ય મારી કાવ્યસૃષ્ટિના વિષયને અને અભિવ્યક્તિને પ્રગટ કરતું જાણે કે બાયફોકલ (bifocal) કાવ્ય થઈ ગયું.”

***
(આભાર – ઊર્મિસાગર.કોમ)

2 replies on “સ્નેપશોટ – પન્ના નાયક”

  1. મારું મનપસંદ કાવ્ય… જો કે આ કવયિત્રીની પ્રથમ કવિતા છે એની જાણ તો વર્ષો પછી થઈ…

  2. manishashah says:

    મ ને પન્ના નાયક ના હાઈકુ ખુબજ પસન્દ ચે…..
    જેવા કે ……ચાબદિ મા ના,
    પા રિજાત્,વિનેલા,
    પરોધ ગિતો…

    ઝાક્લ બિન્દુ ,
    ગુલબ પાને,કરે
    નક્શિકામ્.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *