એક સાબરકાંઠાનો શાહુકાર – તુષાર શુક્લ

સ્વરાંકન – નયનેશ જાની
સ્વર – નિશા કાપડિયા , નિગમ ઉપાધ્યાય

એક સાબરકાંઠાનો શાહુકાર, એના દલડા માથે દેવું
કે વેણો વરીયાળી
એક ગોંડલ ગામની ગોરી, એનું ચીતડું લેવું ચોરી
કે વેણો વરીયાળી

ઘરફોડીનો ગણેશિયો આ તો દલ ચોર્યાની વાત
દનદાડાનું કોમ નૈ રે એણે માથે લીધી રાત
કે વેણો વરિયાળી

માઝમ કોતર મેલીયાં કે લો આયો ગમતો ઘેર
ગોમના લોક તો જોઈ રિયાં એ તો કરતો લીલાલ્હેર
કે વેણો વરિયાળી

51 replies on “એક સાબરકાંઠાનો શાહુકાર – તુષાર શુક્લ”

  1. really fantastic work by Shri Tusharbhai Shukla..

    I enjoy this song more than 20 years… very beautifully sang by singers…

    amazing.. Jay Jay Garvi Gujarat.

    • અમે બરાબર ચકાસીને ચોક્કસથી પોસ્ટ સુધારીશું 🙂 આભાર

  2. Will you please let me know the RAGA of this song. it is heart touching voice, and composition.

    Please translate this song if anyone can. I want to know the meaning of each word. it has fragrance of core Gujrati and difficult meanings.

  3. ખુબજ અદભૂત આ લોકગીત સાંભળીને મન ને સાચા ગુજરાતી હોવાની અનુભૂતિ થાય છે

  4. સાબરકાંઠા જિલ્લાના અને જિલ્લા ની બહાર રહેતા દરેક ગુજરાતી ને આ ગીત ખરેખર ઝંઝોળી દે છે. ખુબ ખુબ આભાર .

  5. I grew up in Modasa, sabarkantha. When I was kid, I used to run away from school and spend time at Mazam river . And I am shahukar

  6. ખુબ સુંદર રચના .નયનેશ જાની તેમજ નીશાબેન અને નિગમ ઉપાધ્યાય ને ખુબ ખુબ અભિનંદન.

  7. ખરેખર..! અદભૂત રચના..મનને હિલોળે ચડાવી દીધું.જેને આ ગીતની રચના કરી..ગીતને તાલબધ્ધ રીતે ગાયુ, અવાજ મા જાદું છે..આ ગીત સાથે જોડાયેલ દરેક વ્યકિતમા જાદું છે.સાંભળીને સંતોષ થતો નથી.બસ સાભળવાનું જ થાય છે..એમાય મારો સાવરો સાંબરકાંઠો..જેના વિશે સરસ મજાની રચના કરી છે..એનાથી હું ગવૅ અનુભવું છું.
    મનોજ ચેનવા (ઈડર),ગુજરાત પોલીસ

  8. સા.કા. નિ અતિસુદર રચના માટ આભાર્ , રચના નો લય્ સુર અને તાલ નો અદભુત સમન્વય્.

  9. હદયમાથી અનાયાસે શબ્દ સરી પડ છે ” વાહ દીલ ખુશ કરી દીધુ….”

  10. Hello, This song is sung by Nisha Upadhyaya and Nigam Upadhyaya.The voice of Achal Mehta is not there in this song..Please correct it. By the way Nisha is my sister.I think i will get the reply..

  11. અમારા સાબરકાંઠા જીલ્લા માટે આવી સુંદર રચના બનાવી એ અમારા માટે ગર્વ લેવા જેવી બાબત છે,આ સુંદર રચના ખુબ જ ગમી.
    મહેન્દ્ર પાન્ડવ,
    વિજયનગર.

  12. ખુબ સરસ માજુમ નદેી ના કોતર નેી વાત જાનેી ને મજા આવેી……………………આભાર………..

  13. અમારે માટે આ એક ગર્વ લેવા જેવી બાબત છે કે અમારા સાબરકાંઠા જીલ્લા માટે આવી સુંદર રચના બની અને નૈનેશભાઈ તથા નીશાબેને તેને ખુબ જ સુંદર રીતે સ્વર બ્ધ્ધ કરી…
    ખુબ જ સરસ

    ધર્મેશ ચૌહાણ
    – મેઘરજ (સાબરકાંઠા)

  14. Nice song..

    Jayshreeben, Could you please upload nice garbo by nisha “meera ni mahek aaj evi felani” with lyrics!!!
    I will be grateful to you.

    Thanks,
    Hetal

  15. બહુ જ મજા આવી ગઇ. ખુબ જ સુઁદર રચના અને ખુબ જ સારી રજૂઆત.
    જ્યારથી મારી પિયાઁશી નિરાલી ઊપાધ્યાયએ મને આ ગીત વિશે વાત કરી અને તેને પોતે આ ગીત ગાઈ સંભળાયુ ત્યારથી આ ગીત સાંભળવાની બહુ ઈચ્છા હતી જે આજે આપના માધ્યમથી પુરી થઈ.
    ખુબ ખુબ આભાર
    – દિપેન.આર.પંડ્યા
    મેઘરજ

  16. બહુ જ મજા આવી ગઇ. ખુબ જ સુઁદર રચના અને ખુબ જ સારી રજૂઆત.
    જ્યારથી મારી પિયાઁશી નિરાલી ઊપાધ્યાયએ મને આ ગીત વિશે વાત કરી અને તેને પોતે આ ગીત ગાઈ સંભળાયુ ત્યારથી આ ગીત સાંભળવાની બહુ ઈચ્છા હતી જે આજે આપના માધ્યમથી પુરી થઈ.
    ખુબ ખુબ આભાર
    – દિપેન.આર.પંડ્યા
    મેઘરજ

  17. this song is written by me. it has reached to the heights of a folk song thanks to nisha and nainesh. i am always happy to see thousands of people dancing on the tune.

  18. ખુબ સુન્દર રચના. દુલ દુ ચોર્યા નિ વાત્ આતિ સુન્દર્ ટહુકતા રહો

  19. ગરબાનું કંપોઝીશન અને અવાજની મીઠાશ
    લાજવાબ છે.આંખો બંધ કરીને સાંભળો તો
    પણ ડોલતા થઈ જાવ.

  20. માઝમ કોતર મેલીયા …”.માઝુમ નદી ” એ રાજસ્થાન માંથી નીકળી સાબરકાંઠા જીલ્લા ના મેઘરજ ,મોડાસા વિસ્તાર માંથી વહીને વાત્રક સાથે ખંભાતના અખાત માં સમાય છે …..એના કોતરોની વાત છે …..

  21. વાહ્!! “શાહુકારના દલડા માથે દેવુ” અને “ઘરફોડીનો ગણેશિયો” સરસ અંદાજ….

    Nisha Upadhyay is amazing.

  22. સુન્દર્..
    ગિતો અને ગર્બા મોક્લાવતા રહેશો..
    શુભ નવરાત્રિ..
    જગદિશ આણેરાવ

  23. Love is, travelling the journey of life together.

    જીવનની યાત્રા સાથે સાથે કરવી તે “પ્રેમ”

    આ વાત ખુબ જ ગમી..

  24. બહુ જ સરસ ગરબો – “શાહુકારના દલડા માથે દેવુ” એ શબ્દો ખૂબ જ ગમ્યા.

    ઘરફોડીનો ગણેશિયો, આ તો દલ ચોર્યાની વાત
    દનદાડાનુ કોમ ને એણે માથે લીધી રાત
    કે વેણુ વરીયાળી

    માઝમ ???? (કોતર?)મેલીયા કે ન આયો ગમતો ઘેર
    ગામના લોક તો જોઇ રીયા એતો કરતો લીલાલેર
    કે વેણુ વરીયાળી

  25. Dear Jayshree,

    I have tried to post exact words but they r in english as it will take much time on my part to write in gujarati…

    ઘરફોડીનો ગણેશિયો, આ તો દલ ચોર્યાની વાત
    ——————————-
    ghar phodi no ganesiyo aa to dal chorya ni vat
    dan dada nu kom nai ne ene mathe lidhi rat
    ke venu variyari
    ek sabarkatha no sahukar
    ena dalda mathe dewu….

    he eeeeee

    mazam kotar meliyઑ ke eno aayo gamto gher
    gom na lok to joi riya e to karto lila laher
    ke venu variyari
    ek sabarkatha no sahukar
    ena dalda mathe dewu….

    I simply loved this song, it took me to my favorite Navratri of Baroda. Nisha Upadhyay is amazing.

    Thanks

  26. એક સાબરકાંઠાનો શાહુકાર એના દલડા માથે દેવું કે વેણુ વરિયાળી
    હે એક ગોંડલ ગામની ગોરી એ એનું ચિતડું લેવું ચોરી કે વેણુ વરિયાળી

    ઘરફોડીનો ગણેશિયો આ તો દલ ચોર્યાની વાત
    દનદાડાનું કોમ નૈ રે એણે માથે લીધી રાત
    કે વેણુ વરિયાળી

    માઝમ કોતર મેલીયાં કે લો આયો ગમતો —- ગોમના લોક તો જોઈ રિયાં એ તો કરતો લીલાલ્હેર
    કે વેણુ વરિયાળી

    બીજા ફકરામા એક શબ્દ સમજાતો નથી – બાકીના શબ્દો જેમ સમજાયા છે તે પ્રમાણે લખ્યા છે.

Leave a Reply to Kamlesh Cancel reply

Your email address will not be published. Required fields are marked *