આવી આવી નોરતાની રાત – અવિનાશ વ્યાસ

સ્વર – કમલ બારોટ અને કોરસ
સ્વરાંકન – અવિનાશ વ્યાસ

આવી આવી નોરતાની રાત
મારી સૈયર ગરબે રમવા હાલો

રૂડો ચાચરનો ચોક શણગારી
માથે ચંદરવો ઓઢાળો
ગરબે રમવા હાલો

તોરણ બાંધ્યા માંડવે અને
દીવડા મેલ્યા દ્વાર
સરખી સહિયર આવજો
સોળે સજી શણગાર
એ…ય સોળે સજી શણગાર
સૈયર મોરી ગરબે રમવા હાલો

હાલો
આવી આવી નોરતાની રાત
મારી સૈયર ગરબે રમવા હાલો

એ… ચરણે ઝાંઝર ઝમકતાં ને
કર કંકણનો સાથ
કાને લટકે લોળિયાં ને
મેંદી ભરેલા હાથ
એ…ય મેંદી ભરેલા હાથ રે
સૈયર મોરી ગરબે રમવા હાલો

હાલો
આવી આવી નોરતાની રાત
મારી સૈયર ગરબે રમવા હાલો

– અવિનાશ વ્યાસ

(આભાર – માવજીભાઇ.કોમ)

9 replies on “આવી આવી નોરતાની રાત – અવિનાશ વ્યાસ”

  1. અવિનાશભાઈનું ગીત કે ગરબો હોય પછી પુછવાનું જ શું? ગુજરાતને ગરબાનું વધારે ઘેલું લગાડનારનો ગરબો સાંભળીએ એટલે દીલ આનંદથી ઝુમી ઉઠે. સરસ મજા આવી ગઈ.

  2. સુન્દર ગરબો, શેરિ ગરબાઓ નેી યાદ તાજિ થઈ ગઈ.
    આભાર્.

  3. નવરાત્રી મુબારક! ગરબે ફરાતુઁ નથી એટલે હવે જોવા જઇએ.સુઁદર ગરબો મૂકવા બદલ સૌનો આભાર !!

  4. અવિનાશભાઈનું ગીત કે ગરબો હોય પછી પુછવાનું જ શું? ગુજરાતને ગરબાનું વધારે ઘેલું લગાડનારનો ગરબો સાંભળીએ એટલે દીલ આનંદથી ઝુમી ઉઠે. સરસ મજા આવી ગઈ.

Leave a Reply to Ruju Barot Cancel reply

Your email address will not be published. Required fields are marked *