નાના-મોટા સૌ બાળકોને.. અને મારી - તમારી અંદર રહેલા પેલા દરેક બાળકને પણ, બાળદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

કહે ટમેટું મને ફ્રિજમાં બહુ લાગે છે ઠંડી
દૂધીમાશી દૂધીમાશી ઝટ પહેરાવો બંડી
આનાં કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો
મીઠો મીઠો બહુ લાગતો એ સવારનો તડકો
ત્યાં દરવાજો ખૂલ્યો ફ્રિજનો લેવા માટે ઘારી
મૂળાભાઇએ ટામેટાને ટપાક ટપકી મારી
દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રિજની બહાર
બારીમાંથી સૂરજ જોયો નહીં ખૂશીનો પાર
ત્યાં નાના કિરણો આવ્યાં પાર કરી ને તડકો
કહે ટમેટારાજા ! પહેરો મીઠો મીઠો તડકો.



November 14th, 2007 at 9:13 am
સરસ..
January 12th, 2008 at 6:03 pm
કૃષ્ણ દવેનું ” કિક્કુ નામે કીડી” ગીત તહુકા પર મુકોને…. ખૂબ ગમશે…
March 17th, 2010 at 11:51 am
ટરરર ટરરર ઢમ કરો રમકડા કુચ કદમ.. અપલોડ કરો ને
એની ડાઉનલોડ લીંક હોય તો આપશો ….. ???
July 6th, 2010 at 6:56 pm
કલ્રરવો ના ઘર સમુ કલબલતુ આન્ગન સામ્ભરે સાવ લીલુછદમ હતુ પણ તોય બચપણ સાભળે