ગાંધીજયંતિ તે દિને – ઉમાશંકર જોશી

ગયા વર્ષે ગાંધીજયંતિ ના દિવસે લયસ્તરો પર ‘ગાંધી-વિશેષ’ની ત્રણ કવિતામાં વિવેકે આ કવિતાની પહેલી કડી પ્રસ્તુત કરી હતી. આજે અહીં વાંચો એ કાવ્ય સંપૂર્ણ સ્વરૂપે.

માર્ગમાં કંટક પડ્યા
સૌને નડ્યા;
બાજુ મૂક્યા ઊંચકી,
તે દી નક્કી

જન્મ ગાંધીબાપુનો
સત્યના અમોઘ મોંઘા જાદુનો.

અન્યાય નીચી મૂંડીએ ના લીધ સાંખી;
દુર્ગંધ પર મૂઠી ભરીને ધૂળ નાંખી,
ઉકરડા વાળી-ઉલેચી સૃજનનું  ખાતર રચ્યું;
અબોલા ભંગાવવા – એ વાતમાં મનડું મચ્યું;
કંઈક આમાંનું બને,
ગાંધીજયંતી તે દિને.

મૂર્ખને લીધા નભાવી,
ધૂર્તને યોજ્યા જગતકલ્યાણના પથમાં પટાવી;
હૈયું  દીધું તે દીધું,
પાછા વળી – ખમચાઈ ના કંઈ ગણતરીથી સાંકદું કીધું;
દૂભ્યા દબાયાં કોઈનું એકાદ પણ જો આંસુ લૂછ્યું,
દાખવ્યું ઘર મનુજ કેરા માંહ્યલાને વણપૂછ્યું;
હ્રદય જો નાચી ઊઠ્યું અન્યના સાત્ત્વિક સુખે,
હરખભર જો ઝંપલાવ્યું અદય ભીષણ જગતહિંસાના મુખે;
-તિથિ ન જોશો ટીપણે-
ગાંધીજયંતી તે દિને.

9 replies on “ગાંધીજયંતિ તે દિને – ઉમાશંકર જોશી”

 1. અલ્યા આજે કેમ કામ પર નથી જવું ??

  ના, ગાંધી જયતિં નિમિત્તે……
  કેમ આજે જયતિંભાઇ ગાંધીનુ કંઈ છે…..!!!!

  ડો. નણાવટી
  એક ભારતીય

 2. Harshad Trivedi says:

  ગાંઘી જયંતિને દિવસે આ સુંદર રચના વર્ષમાં અનેક વખત ગાંઘી જયંતી મનાવવાનો રસ્તો બતાવે છે.

  ખૂબ સુન્દર રચના છે.

  હર્ષદ ત્રિવેદી

 3. Amit Jayanti says:

  હાર્યા ના ગાંધી ના હાર્યા સરદાર
  એમ હાર્યું ન કોઇ’દી ગુજરાત
  હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
  હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

 4. BHUPENDRA JESRANI says:

  TODAY ON GANDHI JAYANTI LET US MAKE IT MORE MEMORABLE AND ALSO ECO FRIENDLY BY USING KHADI BATH TOWEL AND NAPKINS INSTEAD OF ANY HEAVY TURKISH TOWELS!!! BY ADOPTING THIS WE WILL BE ENCOURAGING KHADI GRAMODYOG, SAVING LOTS OF WATER, AS THE HEAVY TOWEL NEED MORE WATER THAN THE KHADI TOWELS, AND ALSO SAVING OUR HARD EARN MONEY TOO!!!

  IS IT NOT EASY AND SUITABLE FOR ALL OF US???

  LET US MAKE AN EFFORT TOWARDS THE BETTER FUTURE AND A LASTING TRIBUTE TO OUR GREAT LEADER MAHATMA GANDHIJI!!!!

  WARM REGARDS,

 5. ગાન્ધિ જયન્તિ નદિવસે બાપુ નિ યાદ આવે તે પુર્તુ નથિ તેને તો રોજ સવારે /સાન્જે મન ભરિ માણવો પડે સાથે તેન્ના રામ ને પન યાદ કરિ યે.
  જહા દેખો વહી રામ રામ મન્મે તન્મે સપ્નેમે સભિમે ……..ઈશ્વરભાઇ પારેખ

 6. સુંદર રચના… મને તો એમ હતું કે મેં લયસ્તરો પર મૂકી એ પૂર્ણ રચના જ છે… આભાર, દોસ્ત!!

 7. Maheshchandra Naik says:

  કવિશ્રીને અને પુજ્ય બાપૂને કોટિ કોટિ વન્દના……

 8. ખુબ સરસ રચના.પુ.બાપુને અને કવિશ્રી ઊમાશંકરભાઈને વંદન.

 9. આપની સાઈટ ખરેખર ખૂબ જ ઉપયોગી છે.
  અમે આપની સાઈટ ઉપર નીચે જણાવેલ ગીતના શબ્દો શોધવા માંગીએ છીએ પરંતુ તે કદાચ આપની સાઈટ પર ઉપલબ્ધ નહી હોય તેવું જણાય છે.

  તો વહેલી તકે અમને નીચે દર્શાવેલ ગીતના શબ્દો મળી રહે તેવી આપને વિનંતી છે.

  ગીતના શબ્દો છેઃ- કોકીલ પંચમ બોલ બોલો કે પંચમી આવી વસંત ની
  ઉમાશંકર જોશી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *