ખાલીપાથી ભરેલું ઘર – અરવિંદ ભટ્ટ

khaalipathi.jpg

વરસાદ જેમ આવીને
તેઓ સાવ અચાનક જતાં રહ્યાં ને
નેવાં-શી પાંપણ પરથી યાદોનાં ટીંપા
હજુય ટપડે.

જતાં જતાં ઘરમાં ઊભી થાંભલીએ એનો
જરાક અમથો સ્પર્શ થવાથી
અણુ-અણુમાં અતીતની
ભીનાશ ફરીથી પ્રસરેલી
ને એકસામટી પાંચ-સાત કૂંપળ
થાંભલીએ ફૂટેલી તે હજીય આંખને ખટકે.

ફળિયાની જાજમમાં તેઓ
પગલાંના પંખીઓની
ભાવ્યો પાડીને જતાં રહ્યાં
ને પંખીઓ તો
ફિક્કું ફિક્કું હજુય ટહુકે.

ખાલીપાથી ઘર મારું ચિક્કાર ભરી
એ જતાં રહ્યાં
ભીંસાતી ભીંતો પંખી થઇને
ક્યાંય ઊડી જવાને તલપે…

7 replies on “ખાલીપાથી ભરેલું ઘર – અરવિંદ ભટ્ટ”

  1. વરસાદ જેમ આવીને
    તેઓ સાવ અચાનક જતાં રહ્યાં ને
    પાંપણ પરથી યાદોનાં ટીંપા
    હજુય ટપડે…..

    અણુ-અણુમાં અતીતની ભીનાશ…………

    જેીવન મા હવે ખાલેીપો

  2. સુવાસે પડઘાતું આખું આકાશ
    છતાં ખાલીપો ખખડે ચોપાસ.
    ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ?
    કોણ વિણે છે એકલી સુવાસ?
    વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
    વાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ……

    ધારોકે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે,
    ને આપે ને સુંઘે તો સારું.
    ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
    થોડું રખાય તો ય સારું.
    પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
    તો મળવાના ખ્વાબોનું શું ? – ઉંચકી સુગંધ……

  3. સરસ. વાંચીને તરત યાદ આવ્યુ આ ગીત….

    “તેરે બિના ઝિંદગી સે કોઇ શિકવા તો નહી”…

  4. ખુબ જ સુંદર…

    તેરે બિના ઝિંદગી સે કોઇ શિકવા તો નહિ .. તેરે બિના ઝિંદગી લેકિન ઝિંદગી તો નહિ ….

  5. ખાલીપાથી ઘર મારું ચિક્કાર ભરી
    એ જતાં રહ્યાં
    બહુ જ સરસ……… !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *