Say Sorry, My Son! Say Sorry… – રઈશ મનીઆર

આ ગીતની શરૂઆત (અને અંત પણ) ભલે Say Sorry, My Son! થી થતા હોય, પણ ગીતનો હજુ પહેલો જ ફકરો વાંચી/સાંભળીને I am sorry, My Son! તમારા હ્રદયમાંથી ન નીકળે તો જ નવાઇ..! ભલે તમારુ બાળક આ સ્થિતિમાંથી પસાર થયું હોય કે નહીં, પણ દેશના ખૂણે ખૂણે બનતી આ રોજની ઘટના એક કવિના શબ્દોમાં સાંભળી ક્યાંક કશેથી દાઝી ચોક્કસ જવાશે..! તો વળી ક્યાંક મમ્મીઓ પર હસવું પણ આવી જશે…

સ્વર – સ્વરાંકન : શ્યામલ-સૌમિલ મુન્શી

(Picture : Ranmal Sindhav)

Say Sorry, My Son! Say Sorry…
Say Sorry, My Son! Say Sorry…
છ છ કલાક સ્કૂલ, ત્રણ ત્રણ કલાક ટ્યુશન,
ને તોયે આ નોટ તારી કોરી…
Say Sorry, My Son! Say Sorry…

ઘસી-ઘસી પીવડાવી અઢળક બદામ,
અને માથે તે ચોપડ્યું ઘી..
યાદદાસ્ત માટે શંખપુષ્પીની
કાંઇ બાટલીઓ પેટમાં ભરી.

કેમે કરી યાદ ના રહેતું તને લેસન,
યાદ રાખે તું સીરીયલની સ્ટોરી…
Say Sorry, My Son! Say Sorry…

પંખીઓ બચ્ચાને ઊડતા શીખવે,
માણસ બચ્ચાને આપે પિંજરું,
મમ્મી તો મોરની પ્રેક્ટીસ કરાવે,
થાય બાળકને ટહુકા ચીતરું.

મમ્મી ક્યાં જાણે કે કોઈ નોટબુકમાં
બાળક લાવ્યું છે આભ આખું દોરી…
Say Sorry, My Son! Say Sorry…

તારે હો ઊંઘવું ને ત્યારે જગાડું
ને જાગવું હો ત્યારે સુવડાવું,
પરીઓના દેશમાંથી ઊડતો ઝાલીને
તને રીક્ષામાં ખીચોખીચ ઢાસું.

ભણતરનો ભાર એવો દફતરનો ભાર,
જાણે ઊંચકે મજૂર કોઈ બોરી…
Say Sorry, My Son! Say Sorry…

– રઇશ મનીઆર

52 replies on “Say Sorry, My Son! Say Sorry… – રઈશ મનીઆર”

  1. કવિએ ખરેખર તદ્દન સાચેી વાસ્ત્ વિક્તા રજુ કરેી.
    સ્વરાકન ને રજુઆત ઉત્તમ્.

  2. આ કવિતા વિશે કદાચ મારા વિચારો સહુને જુદાં લાગશે પણ મને આ refrain- “say sorry ……” નો ઉપ્યોગ અમુક પંક્તિઓમાં અયોગ્ય લાગ્યો. કવિતાનો tone ક્યાંક ક્યાં વિના કારણે બદલાઈ જાય છે ને કડીઓ તુટતી હોય એમ લાગે છે. રાજશ્રી ત્રિવેદી

  3. પંખીઓ બચ્ચાને ઊડતા શીખવે,
    માણસ બચ્ચાને આપે પિંજરું,
    મમ્મી તો મોરની પ્રેક્ટીસ કરાવે,
    થાય બાળકને ટહુકા ચીતરું.

    હ્રદયસ્પર્શિ…….

  4. મનેતો ગમ્યુ સમા જ ને પણ ગમશે જ

    ભણતરનો ભાર એવો દફતરનો ભાર,
    જાણે ઊંચકે મજૂર કોઈ બોરી…
    Say Sorry, My Son! Say Sorry

  5. Again Shayaml bhai & Saumil bhai…….Thanks a lot and Raish sir what a song really touchhy….

    Jayshree ben aawaj song sambhlawo….

  6. aa mast 6 mane bvj gmi …………… mne mara clg na ne school na divso yad aavi …………
    gya …………….aa rachna sari 6 ne jordar 6 ………… hju bkhubaj janiti kavya lakho to mjha aavse thanks

  7. જયશ્રીબેન,
    રઈશભાઈની વ્યથા નથી પણ ઘર ઘરની આ કાણી છે. મા પોતાની મમતા મુકી માસ્તર બની જાય, તો બાપનો રોલ આમાં શું?

    કહેવાય છે કે માની મમતા ને બાપની કઠોરતાથી બાળકનું ભાવી ઘડાય છે.મા પ્રેમથી લાડથી બાળકને ભણાવે, ને ન ભણે તો બાપ કઠોર થઈ શિક્ષા આપે તો બાળક શિક્ષણ વઘુ સારી રીતે પામી શકે છે. (બેન આપે મુકેલ ચિત્ર જોઈ લખ્યું છે.)
    ચન્દ્રકાંત લોઢવિયા

  8. છ છ કલાક સ્કૂલ, ત્રણ ત્રણ કલાક ટ્યુશન,
    ને તોયે આ નોટ તારી કોરી…

    પંખીઓ બચ્ચાને ઊડતા શીખવે,
    માણસ બચ્ચાને આપે પિંજરું,

    પરીઓના દેશમાંથી ઊડતો ઝાલીને
    તને રીક્ષામાં ખીચોખીચ ઢાસું.

    ભણતરનો ભાર એવો દફતરનો ભાર,
    જાણે ઊંચકે મજૂર કોઈ બોરી…

    આજના ભણતરની પૉલ ખોલતી વ્યાગ્મક કવિતા..
    ખુબ સરસ.. સુંદર રચના..
    વખાણ કરીએ તેટલા ઓછા….

  9. આવિ એક કવિતાઃ
    સ્કૂલમાંથી મારાં દીકરા-દીકરી આવીને
    જે રીતે પોતાનાં દફ્તરો ફંગોળે છે
    એ જોઇને હું દંગ રહી જાઉં છું.

    આગળ વાંચો :
    https://tahuko.com/?p=8536

  10. વિચારવા મજબુર કરતિ ક્રુતિ……hope it wakes up parents like us from ignorant slumber…..

  11. સાપ્રત સમસ્યાનુ આબેહૂબ ચીત્રણ છે આ કવીતામાં.આ પ્રકાર ના કાવ્યો આપણી ભાષામાં ઑછા જોવા મળે છે.

  12. આ ગેીત ખુબજ ગમ્યુ ધન્ય વાદ જયશ્રિબેન્

  13. આજના જમાનાને એકદમ બંધબેસતું ગીત! છોકરા વગરના કુટુંબની કે ગામડાના છોકરાઓની વાત નથી પણ શહેર નાનું હોય કે મોટું, દરેક શાળાએ જતાં બાળક અને માતા-પિતાને બરાબર બંધબેસતું ગીત છે. અને આખો દિવસ ભણવામાં પણ જો નોટો કોરી રહેતી હોય,ભલે આભ ચીતરતો હોય(!) પણ તો પછી બીચારાને રમવામાં કે સ્પોર્ટમાં જવાનો સમય ક્યારે રહેતો હશે? બાળપણ આમજ જવાનું?

    બહુ સરસ ગમી જાય તેવું ગીત છે.

  14. Jayshreeben,
    Thank you for putting this song today as per our request, in short time.
    I always felt that it’s really tough & touchy situation now to raise the kids in both (Indian & American) societies.
    When we see the wording; it makes us think that, between the child & parents, who is saying “SORRY” to whom?
    And I think that is the beauty of the song.
    Murti

  15. આભાર વિવેક…
    ભૂલમાં ખોટી ફાઇલ અપલોડ થઇ ગઇ હતી.
    ફરીથી વગાડી જો – હવે આખું ગીત વાગવું જોઇએ..!

  16. ખૂબ જ લોકપ્રિય બનેલી રચના આજે લાં….બા અંતરાલ પછી સાંભળવાનું થયું… પણ મારા કમ્પ્યૂટરમાં ગરબડ છે કે શું? ગીત અડધું જ સાંભળી શકાય છે…

  17. માબાપ ને કોઇ ભુલશો નહિ, એ કવિતાનિ બિલકુલ વિરોધિ આ કવિતા લખઇ હોય એમ લાગે ચહે.તેમચતાન કવિ આજનિ શિક્શ્ન પધતિ ઉપર જબરો કતઆક્શ કરે ચ્હે.ખાસ કરિને અમેરિકાનિ શિક્શ્ન પધતિ ઉપર મોતો ક્તાક્શ ચ્હે.

  18. રઈશ ભાઈ સરસ શબ્દ ચિત્ર … આજ્ની હકિકત્નુ..

  19. આજના ભણતરની પૉલ ખોલતી સુંદર રચના.
    મા-બાપ પોતાની ઈચ્છા પૂર્ણ કરવા બાળકો પર કેવો વર્તાવ કરે છે તેની સુંદર રજૂઆત.

  20. આજે મા બાપો બાળકોના દુશ્મન બની ગયા છે. તેઓ અન્દરથી એટલા ખાલી થઈ ગયા છે અને પોતાના અધુરા અબળખાઓ પુરા કરવા પોતાના બાળકો ઉપર રીતસર અત્યાચાર ગુજારતા હોય એવુ લાગે છે. દરેક માબાપ એવુજ માને છે કે તેમનું બાળક દરેકે દરેકે બાબતમાં પહેલુંજ આવવું જોઇએ. આવા વલણમાં જેટલો વહેલાસર ફેરફાર થાય એટલો બધાનાં લાભમાં છે.

  21. કવિશ્રીની રમુજી રચના સાથે ભારોભાર તિવ્ર વેદના છુપાયેલી છે, આજના બાળકૉ પ્રતિ માબાપનો જે વ્યવહાર છે એ માટે એમનો આક્રોશ એમણે વ્યક્ત ક્રર્યો છે, સરસ સ્વરાંકન સાથે સંગીતમય રજુઆત માટે આપનો આભાર,,,,,,,,,,,,,

  22. આજકાલનાં માબાપોની આંખ ઊઘડી જાય એવું ગીત!કવિને અભીનંદન!!

  23. ફરિ મારિ મમ્મિ યાદ અવિ ગઇ
    બચ્પન ખુબ જ યાદ આવ્યુ,
    મારા બાલકો ને ખ્યાલ રાખિશ્
    સરસ સરસ સરસ્

  24. Say Sorry, My Daughter! Say Sorry… ગીત પણ રઇશભાઇએ લખવું જોઇએ પણ જરા જુદા મિજાજનું!

    ભણતરનો ભાર એવો દફતરનો ભાર,
    જાણે ઊંચકે મજૂર કોઈ બોરી…

    એક કોલેજ જતી કન્યાને ઉપરની પંક્તિઓ સાર્થક કરતી મેં જોઇ છે!

  25. સાલી વક્રોતીની પણ હદ હોય ને ?
    બાળક પાસે ‘સોરી’ બોલાવી કવિ એ આખા સમાજ ને શિક્શણ વ્યવસ્થાને લજ્જાસ્પદ પરિસ્થિતિમા મુકી દીધો છે.

  26. The picture/sketch itself is a poetry!

    Especially, the son looks so… innocent! and that too without showing the face! just by body language!

    કવિતા પણ્ સુન્દર્!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *