હું જાણું – ઉશનસ્

આજે ૨૮મી સપ્ટેમ્બર – કવિ શ્રી ઉશનસ્ નો જન્મદિવસ.. (૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૦). એમને આપણા તરફથી જન્મદિવસની અઢળક શુભકામનાઓ સાથે માણીએ એમની આ રચના..!

(Photo : Gujarati Sahitya Parishad)

હું જાણું : જન્મ્યા કે મરણસમું કૈં નક્કી ન બીજું
મનુષ્યે વ્હાલાના મરણ થકી ટેવાવું જ રહ્યું
બને તો મૃત્યુને શિવ-વર કહી ગાવું ય રહ્યું :

પરંતુ પૃથ્વીને મરણ હજી કોઠે નથી પડ્યું !
નવું ના, મૃત્યુ મેં વળી વળી દીઠું છે અહિ થકી
જતું ધોરી રસ્તે જીવનતણી ખાંધે ચઢી ચઢી
(અને જોવા જેવી બીજી ચીજ અહિ છે ય કંઇ તે?)

બધી વેળા થોડો વધુ વધુ રહ્યો ફિલસૂફ બની
પરંતુ મૃત્યુ રે સ્વજનનું, શિરચ્છત્ર સરખા
સદા જોયા વ્યાપ્યા નભનું, અમ ગેહે જ? વસમું

છયે કોઠે જીતી ફિલસૂફી અહિ સપ્તમ ગઢે
જતી હારી, હાવાં અવ સુદૂરથી પત્ર લખતાં
મને વીંધે શૈયા સ્મૃતિશરની – દેશો ન ઠપકો
નિરાંતે ઓ મારાં નયન, અહિ એકાંત ટપકો.

6 replies on “હું જાણું – ઉશનસ્”

  1. કવિશ્રીને શુભકામનાઓ,મૃત્યુનો મહોત્સવ કરવાની વાત સરસ રીતે રજુ કરી છે,આપનો આભાર…….
    મને એમ હતુ કે લતાજીના જન્મદિવસના સંભારણા રુપે કોઈક સરસ ગીત સાંભળવા મળશે…….

  2. કવિવરશ્રીને જન્મદિનના અભિનન્દન અને શુભકામનાઓ

    ઘણુ જિવો

  3. કવિવરશ્રીને જન્મદિનના અભિનન્દન અને શુભકામનાઓ.એક અત્યન્ત સુન્દર કાવ્ય. મૃત્યુ મરી ગયુઁ રે લોલ…

  4. આજે લતાજીની પણ વર્ષગાઁઠ છે. તેમનુઁ કોઈ જુનૂ ગુજરાતી ગીત સાઁભળવાની આશા હતી.

  5. only a poet n an enlightened would experience d grace n dignity of death.my pranam 2 respected USHNASJI n i pray 2 god for his health n long life.thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *