|
|
By Jayshree, on April 29th, 2010 in અમર ભટ્ટ , ગીત , ટહુકો , રાજેન્દ્ર શુક્લ |
સ્વર સંગીત - અમર ભટ્ટ
આલ્બમ - શબ્દનો સ્વરાભિષેક

This text will be replaced
નમતું દીઠું નેણતરાજૂ
ઓછું અદકું કોણ કરે અબ કોણ કરે અબ થોડું ઝાઝૂં
સવા વાલનું પલ્લુ ભારી
હેત હળુવાળીથી હળવા પળમાં તો ગોવર્ધન ધારી
લોક અવાચક ધારી ધારી નિરખે ઊભૂં આજૂ બાજૂ
અક્ષય પર અક્ષય ઓવારી
આપે આપ ઊભા પરવારી કોણ રહ્યું કોના પર વારી ?
આઘું ઓરું કોણ કરે અબ સાવ અડોઅડ હું જ વિરાજૂ
- રાજેન્દ્ર શુક્લ
Share on Facebook
એક વર્ષ પહેલા : એ આવતો રહે - પંચમ શુક્લ
બે વર્ષ પહેલા : છોડી દે - નીતિન વડગામા
ત્રણ વર્ષ પહેલા : મુક્તક - સુરેન ઠક્કર 'મેહુલ'
By Jayshree, on December 4th, 2009 in ગઝલ , ટહુકો , રાજેન્દ્ર શુક્લ , સ્વમુખે |
૫ જુન, ૨૦૦૭ ના દિવસે ટહુકો પર મુકેલી આ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની ગઝલ, આજે એમના પોતાના અવાજમાં ફરી એકવાર… કવિની ગઝલ પઠનની આગવી શૈલી સાથે આ ગઝલના શબ્દોનો ભાવ વધુ ઉજાગર થઇને આપણા સુધી પહોંચે છે.

(ક્યાંક કંઇ ખૂલી રહ્યું…)
પઠન : રાજેન્દ્ર શુક્લ
This text will be replaced
————————
Posted on June 5, 2007
૨ જૂન ૨૦૦૭, અમદાવાદ મુકામે ગુજરાતી ભાષાના ઉત્કૃષ્ટ સર્જક્ - કવિવર રાજેન્દ્ર શુક્લને ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન (રણજિતરામ સુવર્ણચંદ્રક) પ્રદાન કરવામાં આવ્યું એ ઉપક્રમે એમની એક રચના માણીએ. (કવિના સમગ્ર ગઝલ સંગ્રહ ‘ગઝલસંહિતા’માંથી સાભાર)
આ અહીં પહોંચ્યાં પછી આટલું સમજાય છે,
કોઇ કંઇ કરતું નથી, આ બધું તો થાય છે!
હાથ હોવાથી જ કંઇ ક્યાં કશું પકડાય છે?
શ્વાસ જેવા શ્વાસ પણ વાય છે તો વાય છે!
આંખ મીંચીને હવે જોઉં તો દેખાય છે,
ક્યાંક કંઇ ખૂલી રહ્યું, કયાંક કંઇ બિડાય છે!
જે ઝળકતું હોય છે તારકોનાં મૌનમાં,
એ જ તો સૌરભ બની આંગણે વિખરાય છે!
શબ્દને અર્થો હતાં, ઓગળી કલરવ થયાં,
મન, ઝરણ, પંખી બધું ક્યાં જુદું પરખાય છે!
૨૩-૨૪ મે, ૧૯૭૭
Share on Facebook
એક વર્ષ પહેલા : પડછાયો હતો - શૂન્ય પાલનપુરી
ત્રણ વર્ષ પહેલા : એક સંદેશ શ્યામ ને - ભાગ્યેશ જહા
By Jayshree, on October 12th, 2009 in ગઝલ , ટહુકો , રાજેન્દ્ર શુક્લ , સ્વમુખે |
આજે ૧૨ ઓક્ટોબર ૨૦૦૯ - કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનો ૬૭મો જન્મદિવસ..! આપણા બધા તરફથી એમને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે… ટહુકો પર પહેલા મુકાયેલી આ ગઝલ - આજે એમના પોતાના અવાજમાં ફરીથી સાંભળીએ.

( દામોદર કુંડ, જુનાગઢ…….. Photo: Junagadh Tourist Information Center)
* * * * * * *
This text will be replaced
પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ
ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
કોઇ હિજરતીના ઘરે હું મળીશ જ
હતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે હું મળીશ જ
નગારે પડે ઘા પહેલો કે ચોરે
સમીસાંજની ઝાલરે હું મળીશ જ
બપોરે ઉપરકોટની સુની રાંગે
અટૂલા કોઇ કાંગરે હું મળીશ જ
તળેટી સુધી કોઇ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ
કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે હું મળીશ જ
શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે હું મળીશ જ
છતા યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જ
શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઇ સોરઠે-દોહરે હું મળીશ જ
હશે, કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જ
મને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ
જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ
Share on Facebook
એક વર્ષ પહેલા : એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે - અરવિંદ ગડા
બે વર્ષ પહેલા : જય જય અંબા ભવાની...
ત્રણ વર્ષ પહેલા : દરિયો…
આજે એક અઠવાડિયાથી ટહુકો પર ઉજવાઇ રહેલા ‘મનોજ પર્વ’ નો છેલ્લો દિવસ..! મનોજભાઇની કેટલીય એવી ગઝલો છે કે જે મનોજ પર્વમાં સમાવી લેવાની ઇચ્છા હતી..! અને ભવિષ્યમાં ટહુકો પર એમની ગઝલો આવતી જ રહેશે. મનોજ ખંડેરિયાના શબ્દો ઉજવવા માટે એક અઠવાડિયું તો શું, એક મહિનો પણ ઓછો જ પડવાનો..!
અને મનોજભાઇ એમના પોતાના શબ્દોમાં જ કહે છે ને -
મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.
એમ જ્યાં જ્યાં ગુજરાતી ગઝલની.. જુનાગઢની.. ગિરનારની અને ગુલમ્હોરની વાતો થશે, ત્યાં ત્યાં મનોજભાઇ સાંભરી જ જશે..!! દેખાઇ ના દેખાઇ, ત્યાં મનોજ હશે જ.
આજ ની આ ગઝલ એટલે મનોજ ખંડેરિયાના તરુણાવસ્થાથી મિત્ર, સમકાલીન સર્જક અને જુનાગઢના ભેરુ એવા રાજેન્દ્ર શુક્લ દ્વારા અપાયેલી સ્મરણાંજલી. આ ગઝલને અમર ભટ્ટે એમના ચુંબકીય અવાજમાં દિલભીનું કરી દે એવી ભાવવાહી રીતે ગાઈ છે.
સ્વર - સંગીત : અમર ભટ્ટ
This text will be replaced
ગુલમ્હોર તળે મૌન ટહૂકંત રોજ રોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.
માહૌલ હશે, મ્હેક હશે, ભીનું ભીનું ઓજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.
ઘેરાય ઉપરકોટ ને ફરતી સ્મરણની ફોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.
ગિરનાર ચડ્યે પાંખને પીંછા શો આછો બોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.
કરતાલ ને કરતાલ વિષે જબ અલખની ખોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.
તળેટી સુધી ચાલ ગઝલ, ત્યાં પ્રભાતી મોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.
- રાજેન્દ્ર શુક્લ (18 જાન્યુઆરી, 2004)
Share on Facebook
એક વર્ષ પહેલા : ગુરુજીના નામની માળા - હરિહરાનંદ
બે વર્ષ પહેલા : H इश्वर अल्लाह तेरे जहांमें ... - जावेद अख्तर
By Jayshree, on June 11th, 2009 in ગઝલ , ટહુકો , પરેશ ભટ્ટ , રાજેન્દ્ર શુક્લ |
લયસ્તરોની - આપણી યાદગાર ગઝલો શ્રેણીમાં વિવેકભાઇએ આ ગઝલનો જે પરિચય આપ્યો છે, એ પછી મારે કશું કહેવાનું બાકી રહેતું જ નથી..! (ચલો, આજે હું કોપી-પેસ્ટ નથી કરતી, લયસ્તરોની લિંક આપી છે ત્યાં જઇને વાંચી લેશો ને? )
પણ હા… ગઝલ સાંભળવાની શરુઆત અહીં જ કરી શકો છો..!!
સ્વર - સંગીત : પરેશ ભટ્ટ
This text will be replaced
હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.
લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.
સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.
અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક !
છે ચણ જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.
નયનથી નીતરતી મહાભાબ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.
શબોરોઝ એની મહકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક !
-રાજેન્દ્ર શુક્લ (જન્મ: ૧૧ ઓક્ટોબર ૧૯૪૨)
Share on Facebook
એક વર્ષ પહેલા : ભૂલી શકું તો - ઊર્મિ
બે વર્ષ પહેલા : વરસાદ જેવું છે કશુંક - ઉર્વીશ વસાવડા
|
|
આપના અભિપ્રાયો: